આવતા સપ્તાહે 4 દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ પતાવી લો કામકાજ

આવતા સપ્તાહે 4 દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ પતાવી લો કામકાજ

જે લોકોને બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો આવતા અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં પુરુ કરી લેજો. કારણ કે ભારતના ઘણા ભાગોમાં આવતા સપ્તાહે બેંકો 3 થી 4 દિવસ માટે બંધ રહેશે. બેંક હડતાલને કારણે બેંકો બે દિવસ બંધ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન તમામ ઓનલાઈન બેંકિંગ અને UPI સેવાઓ કામ ચાલુ રહેશે.

આવતા અઠવાડિયે બે દિવસ બેંક હડતાળ
બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનો દ્વારા બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ બેંકિંગ હડતાલને કારણે 16મી ડિસેમ્બર (ગુરુવાર) અને 17મી ડિસેમ્બર (શુક્રવાર) એમ બે દિવસ બેંક શાખાઓ બંધ રહેશે. બે દિવસની બેંક હડતાલ અને સ્થાનિક રજાના કારણે ઘણા રાજ્યોમાં બેંકો સતત ચાર દિવસ બંધ રહેશે. 18 ડિસેમ્બરે યુ સોસો થામની પુણ્યતિથિ છે, જેના કારણે બેંકો બંધ રહેશે. જ્યારે 19 ડિસેમ્બરે રવિવાર છે.

સ્થાનિક રજાના કારણે મેઘાલયમાં ચાર દિવસ બેંકો બંધ રહેશે
બેંકોના કર્મચારીઓને સ્થાનિક રજાઓ પણ આપવામાં આવે છે. આવતા અઠવાડિયે શનિવારે એટલે કે 18મી ડિસેમ્બરે યુ સોસો થામની વર્ષગાંઠ છે. આ કારણે શનિવારે મેઘાલયમાં બેંકોનું કામકાજ બંધ રહેશે. દેશભરની બેંકો આવતા અઠવાડિયે ત્રણ દિવસ બંધ રહેશે, પરંતુ સ્થાનિક રજાઓના કારણે મેઘાલયમાં બેંકો ચાર દિવસ બંધ રહેશે. આગામી સપ્તાહમાં મહિનાનો ત્રીજો શનિવાર પણ આવી રહ્યો છે.

ઓનલાઈન બેંકિંગ ચાલુ રહેશે
આ સિવાય અઠવાડિયાના પહેલા ત્રણ દિવસ સોમવાર, મંગળવાર અને બુધવારે બેંકો સામાન્ય કામકાજ કરશે. આ દરમિયાન, લોકોએ અઠવાડિયાના શરૂઆતના કામકાજના દિવસોમાં બેંકિંગ સંબંધિત તમામ મહત્વપૂર્ણ કામકાજ પતાવી લેવા જોઈએ. જે ગ્રાહકો ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરે છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. તમામ બેંકોની ડીજીટલ બેંકીંગ સેવાઓ, ઈન્ટરનેટ બેંકીંગ, મોબાઈલ બેંકીંગ વગેરે સામાન્ય રીતે ચાલુ રહેશે.