khissu

ભારતમાં હવે ફ્રી માં નહી મળે કોવિડ વેક્સિન: જાણો કોવિડ 19 વેક્સિનની કેટલી કિંમત??

ભારત સરકારે કોરોના વેક્સિન કોવિશીલ્ડ ની કિંમત નક્કી કરી નાખી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારતના સીઈઓ આદર પુનાવાલા એ વેક્સિન ની કિંમત નક્કી કરવા ઉપર રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં વેક્સિન ની કિંમત સરકારી દવાખાનાઓમાં અને પ્રાઇવેટ દવાખાનાઓમાં અલગ અલગ રાખવામાં આવી છે. પુનાવાલા એ મિડીયા ને જણાવ્યું હતું કે સરકારી દવાખાનામાં એક ડોઝ કોવિશીલ્ડ વેક્સિન કિંમત 400 રૂપિયા અને પ્રાઇવેટ દવાખાનામાં એક ડોઝ કોવિશીલ્ડ વેક્સિન ની કિંમત 600 રુપિયા રાખવામાં આવી છે.

અગાઉ કોરોના વેક્સિન કિંમત કેટલી હશે તે અંગે હોબાળો થયો હતો. પરંતુ હવે નક્કી થઈ ગયું છે કે કોવિશીલ્ડ વેક્સિન ની કિંમત કેટલી રહેશે. વિદેશની કોરોના વેક્સિનની વાત કરીએ તો અમેરિકા માં આપવામાં આવેલ વેક્સિન ની કિંમત 1500 રૂપિયા છે, રૂસ ની વેક્સિન ની કિંમત 750 રૂપિયા છે અને ચીન ની વેક્સિન કિંમત 750 રૂપિયા છે. 

હાલ બજારમાં વેક્સિન ઉપલબ્ધ નથી અને વેક્સિન નુ ઉત્પાદન કરતી કંપનીઓ કેન્દ્ર સરકાર ને 250 રૂપિયા પ્રતિ ડોઝ ની કિંમતે વેંચી રહી છે. દેશભરમાં 1 મેં થી રસીકરણ નો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોનો સમાવેશ કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડ વેક્સિન ની કિંમત રજૂ કરી છે. પરંતુ SII તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિશીલ્ડ વેક્સિન કેન્દ્ર સરકાર ને 150 રૂપિયામાં જ મળતી રહેશે. કોવિશીલ્ડ વેક્સિન નુ ઉત્પાદન કરતી કંપની એ આ ભાવો બહાર પાડ્યા છે.

16 જાન્યુઆરી થી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. જો કોરોના ના આંકડાઓ જોઈએ તો સૌથી વધુ કેસ ભારતમાં છે. અત્યાર સુધીમાં 13 કરોડ 1 લાખ 19 હજાર 310 કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર 24 કલાકમાં ભારતમાં 2 લાખ 95 હજાર 41 લોકોને વેક્સિન આપવામાં આવી છે.