કોરોના સામે લડાઇ જીતવા માટે આજે દેશભરમાં ટીકા ઉત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ ની જાહેરાત કરી હતી. આ ઉત્સવનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવે તે છે. દેશમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ નું આયોજન કરવામાં આવશે. ઉત્તરપ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી છે કે ટીકા ઉત્સવ દરમિયાન લોકો વધુમાં વધુ વેક્સિન મુકાવે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં 85 દિવસોમાં 10 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે અને ભારત દેશ સૌથી વધુ વેક્સિન આપનાર દેશ બની ચૂક્યો છે. અમેરિકા દેશને 10 કરોડ વેક્સિન આપતા 89 દિવસ લાગ્યા જ્યારે ચીન ને 10 કરોડ વેક્સિન આપતા 102 દિવસ લાગ્યા હતા.
પીએમ મોદીએ ટીકા ઉત્સવ ને મનાવવાની અપીલ કરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને આગ્રહ કર્યો છે કે તમારી આજુબાજુ ના 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાવવામાં મદદરૂપ થાય. અમુક રાજ્યોમાં વેક્સિન પ્રયાપ્ત નથી તેવો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારનું એવુું કહેવું છે કે તમામ રાજ્યોમાં પર્યાપ્ત માત્રામાં વેક્સિન આપવામાં આવી છે.
કોરોના મહામારી ની સામે લડાઇ આપણા બધાની છે, પરંતુ દેશમાં પક્ષો વચ્ચે લડાઈઓ નજરમાં આવી રહી છે. રાજ્યમાં વેક્સિન ને લઈને સવાલ કરવામાં આવી રહ્યા છે. અમુક રાજ્યોમાં વિરોધ પક્ષની સરકાર છે અને તે રાજ્યની સ્થિતિ ખૂબ ગંભીર છે. વેક્સિન નથી એવું કહીને કામ રોકી રાખવામાં આવ્યું છે, જો આ રાજકારણ છે તો આનાથી વધુ ખરાબ કશું ન હોઈ શકે.