કોરોના સંકટ તળ્યો જ હતો કે ફરીથી તેની એન્ટ્રી થઈ ચૂકી છે. હાલ રાજ્યમાં કોરોના વેકસીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે એવામાં કોરોના લોકોને છેતરીને ફરથી ધૂમ મચાવા આવી ગયો છે. કોરોના સંક્રમણ વધતા લોકોમાં ભયની સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં હાલ કોરોનાનું સંક્રમણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦ નવા દર્દીઓ જ્યારે ૫૯૪ દર્દીઓ સાજા થયાં છે આ ઉપરાંત આજે સુરતમાં એક દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૪૭૧૭ એક્ટિવ કેસ છે. જેમાંથી ૫૬૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે રિકવરી રેટની વાત કરીએતો હાલ રિકવરી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે અત્યારસુધીમાં કુલ ૨,૬૯,૯૯૫ દર્દીઓ સાજા થયાં છે અને ૪૪૨૫ દર્દીઓના મોત થયાં છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં ૨૦૫ કેસ નવા આવ્યા છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૪ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાં ૨૪૦ નવા કેસ અને સુરત ગ્રામ્યમાં ૧૭ કેસ નોંધાયા. તેવી જ રીતે વડોદરા શહેરમાં ૭૬ કેસ અને ગ્રામ્યમાં ૧૭ કેસ નોંધાયા.
વધતા જતાં કેસોને ધ્યાને લેતાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ૮ વિસ્તારમાં રાત્રે ૧૦ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, ગલ્લા, ટી સ્ટોલ અને ખાણીપીણી બજારને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ૮ વિસ્તારમાં પાલડી અને જોધપુરમાં ૧૦ વાગ્યા પછી ખાણી પીણી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત નવરંગપુરામાં ગોતા અને બોડકદેવમાં તેમજ થલતેજમાં ઘાટલોડિયા અને મણીનગરમાં પણ બજારો બંધ રાખવાનો નિર્ણય કરાયો.