khissu

અંબાલાલ અને હવામાન વિભાગની એકસાથે ખતરનાક આગાહી, ગુજરાતમાં ટકરાશે ત્રાહિમામ કરતું ખુંખાર વાવાઝોડું

Gujarat Weather: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્નેની આગાહી ખુંખાર વાવાઝોડા તરફની જોવા મળી રહી છે. હવામાન વિભાગે હાલ દરિયામાં હળવી હલચલ હોવાની પુષ્ટિ પણ કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ‘સોમવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

હવામાન વિભાગે આગળ વાત કરી કે આ સર્ક્યુલેશનની અસરના કારણે આગામી 36 કલાકમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. હાલ તેની દિશા પશ્ચિમ-ઉત્તર રહેવાનું અનુમાન છે. જોકે, વાવાઝોડું બનશે કે નહીં એ અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ નથી થઈ. પરંતુ વિવિધ વેધર મોડલમાં અત્યંત ખૂંખાર વાવાઝોડાના એંધાણ જોવા મળી રહ્યાં છે.

અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી શકે તેવી આશંકા દર્શાવી છે. નોરમા મોહન્તીએ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ થોડા સમય પહેલાં અનુમાન લગાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. પરંતુ ટ્રેક કઈ તરફ રહેશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકે એવી આશંકા પ્રબળ બની છે. અરબ સાગરમાં ખૂંખાર વાવાઝોડું આકાર લઈ શકે છે. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી શકે છે.

તો ECMWF વેધર મોડલના અનુમાન પ્રમાણે વાવાઝોડું ઓમાનમાં જઈને ટકરાઈ શકે છે. GFS મોડલના અનુમાન બિપોરજોયની જેમ ફરી એક વખત વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનની સરહદ આસપાસ ટકરાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે કોની આગાહી સાચી પડે છે અને કોની ખોટી...