અનોખો પ્રેમ: મરણ સુધીની વફાદારી નિભાવતો કૂતરો, માલિકના અવસાન બાદ પાળેલા કુતરાએ પણ જીવનો ત્યાગ કર્યો

અનોખો પ્રેમ: મરણ સુધીની વફાદારી નિભાવતો કૂતરો, માલિકના અવસાન બાદ પાળેલા કુતરાએ પણ જીવનો ત્યાગ કર્યો

કૂતરાને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. શહેરમાં તો ઘરે ઘરે કૂતરા શોખને ખાતર પણ રાખવામાં આવતા હોય છે. પરંતુ હાલમાં  દાંતામાથી એક કિસ્સો બહાર આવ્યો છે જે ચોંકાવનારો છે. કારણ કે જીવતા હોય ત્યારે તો ઠીક પણ મૃત્યુ સુધી આ કૂતરાએ વફાદારી નિભાવી છે. દાંતામાં એક યુવકનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ તેમના પાળેલા કૂતરાએ ખોરાક લેવાનું છોડી દીધુ હતુ અને સપ્તાહ બાદ કૂતરાએ દેહ છોડી દીધો હતો.

હાલમાં માહોલ એવો છે કે પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અણધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા છે. દાંતામાં પાળેલા કૂતરાએ માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવતાં માલિકના અવસાન બાદ એક સપ્તાહમાં તેમની પાછળ દેહ છોડ્યો હોવાનો લાગણીસભર કિસ્સો હાલમાં ટોપ ઓફ ધ ટાઉન બની ગયો છે. 

આ અંગે પરિવારના મોભી શૈલેષજી ડાહ્યાજી રાઠોડ (ઠાકોર)એ જણાવ્યું કે, અમારા મોટાભાઇ પ્રવિણજી રાઠોડનું 15 દિવસ અગાઉ હાર્ટ એટેકથી નિધન થયું હતુ. તેમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી ત્યારે પાંજરામાં પુરેલો પાળેલો કુતરો ટોમી ખુબ ભસ્યો હતો.

આગળ વાત કરતાં શૈલેષજી ડાહ્યાજી રાઠોડે જણાવ્યું કે પછી ભસવાનું બંધ કરી દીધું હતુ. તેમજ પાણી કે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધુ હતુ. ડોક્ટરને બોલાવી સારવાર કરાવી હતી. પરંતુ ભાઇના નિધન પછી એક સપ્તાહમાં જ તેમનો વિરહ સહન ન થયો અને ટોમીએ પણ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું.

મોટાભાઇ અને અમારા પરિવારના સભ્ય સમાન ટોમીની અણધારી વિદાયથી કારમો આઘાત અનુભવીએ છીએ. ત્યારે હવે આ કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે અને લોકો વફાદારીનું ઉદાહરણ આપી રહ્યા છે.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.