ખોરાકમાં ડુંગળીનો અત્યાધિક ઉપયોગ તમારા સ્વાસ્થ્યને કરી શકે છે ભારે નુક્શાન

ખોરાકમાં ડુંગળીનો અત્યાધિક ઉપયોગ તમારા સ્વાસ્થ્યને કરી શકે છે ભારે નુક્શાન

આપણા દેશમાં ડુંગળીનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો શાકનો સ્વાદ વધારવા માટે ગ્રેવીમાં તેનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો કાચા સલાડમાં ડુંગળી ખાવાનું પસંદ કરે છે. જો તમે માંસાહારી છો, તો તેનો અર્થ એ છે કે તમે વધુ ડુંગળીનું સેવન કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આમ પણ કહેવાય છે ને કે, અતિની ગતિ ન હોય; ખાસ કરીને કાચી ડુંગળીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ ડુંગળી ખાવાની આડ અસરો.

ડુંગળીના વધુ પડતા સેવનથી થતા ગેરફાયદા
બ્લડ સુગરના દર્દીઓએ ડુંગળી ન ખાવી જોઈએ!
તમે અગાઉ વાંચ્યું હશે કે બ્લડ સુગરના દર્દીઓએ કાચી ડુંગળીનું સેવન ટાળવું જોઈએ. એ વાત સાચી છે કે શુગરના દર્દીઓને ખાવા-પીવામાં વધુ ધ્યાન આપવું પડે છે અને તેમણે કંઈપણ ખાતા પહેલા ધ્યાન આપવું પડે છે. તેથી, ડાયાબિટીસના દર્દીએ કાચી ડુંગળી ખાતા પહેલા તેના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

એસિડિટીની સમસ્યા
ડુંગળીમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી કેટલીકવાર આપણું પેટ તેમાં મળેલી વસ્તુઓને પચાવી શકતું નથી અને ત્યારબાદ એસિડિટીની સમસ્યા થાય છે.

હાર્ટબર્નની સમસ્યા
જે લોકો મોટી માત્રામાં કાચી ડુંગળી ખાય છે તે લોકોને સાવચેત રહેવું જોઈએ, નહીં તો તે તમારી છાતીમાં બળતરા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વધુ માત્રામાં કાચી ડુંગળીનું સેવન કરો છો, તો સાવચેત રહો.

શ્વાસની દુર્ગંધની સમસ્યા
આ વાત તો બધા જ જાણે છે કે કાચી ડુંગળી ખાધા પછી મોઢામાંથી દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ વધુ કાચી ડુંગળી ખાશો તો લોકોને તમારા મોંમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં એક સારો ઉપાય એ છે કે તમે વધુ પડતી કાચી ડુંગળી ન ખાઓ અને જ્યારે પણ ખાઓ તો તરત જ જઈને પાણીથી કોગળા કરી લો.