100 રૂપિયાની કિંમતનો LED બલ્બ માત્ર 10 રૂપિયામાં, આ રીતે ઉઠાવો સ્કીમનો લાભ

100 રૂપિયાની કિંમતનો LED બલ્બ માત્ર 10 રૂપિયામાં, આ રીતે ઉઠાવો સ્કીમનો લાભ

મોંઘવારીના સમયમાં જો તમને મહિને થોડા પણ પૈસાની બચત થાય તો તે મોટી રાહત ગણાય છે, હવે આપણે જો લાઈટ બીલની જ વાત કરીએ તો પહેલા જે જૂના પીળા કલરના બલ્બ આવતા હતા તે 100 વોલ્ટના હતા. જેથી લાઈટ બીલ પણ વધારે આવતુ, પરંતુ સરકારે તેનાથી છૂટકારો મેળવવા  LED બલ્બનું વિતરણ શરૂ કર્યું. આનાથી તમારા લાઈટ બીલમાં પણ ઘટાડો થશે અને પ્રકાશ પણ સારો મળશે, નોધનિય છે કે LED ના 5 કે 12 વોલ્ટના બલ્બ પણ સારો પ્રકાશ આપે છે.

તમને જણાવી દઈએ કે, સરકારી કંપની કન્વર્જન્સ એનર્જી સર્વિસિસ લિમિટેડ (CESL) એ ગ્રામ ઉજાલા કાર્યક્રમ હેઠળ 50 લાખ LED બલ્બનું વિતરણ કર્યું છે. આ અંગેની માહિતી ઊર્જા મંત્રાલયે આપી છે. એનર્જી એફિશિયન્સી સર્વિસિસ લિ. EESL ની પેટાકંપની CESL એ ગ્રામ ઉજાલા કાર્યક્રમના પ્રોજેક્ટ 'કરોડ' હેઠળ 50 લાખ LED બલ્બનું વિતરણ કરીને લોકોના બિલમાં નોંધપાત્ર ઘટાડો કરાવ્યો છે.

નોંધનિય છે કે, આ યોજનાનો હેતુ જૂના પીળા બલ્બને હટાવીને નવા એલઇડી લગાવાનો છે જેથી વીજળીની બચત થાય અને લોકોને પણ ફાયદો થાય. નોંધનિય છે કે પીળા બલ્બ 100 કે 200 વોટના હોય છે,જ્યારે તેની સાપેક્ષમાં 4 વોટનો એલડી તમને સારો પ્રકાશ આપે છે અને બીલમાં પણ રાહત મળે છે. આ બલ્બનું વેચાણ વધારવા માટે સરકારે સબસિડીની પણ જોગવાઈ શરૂ કરી છે. આ અંગે તમામ રાજ્યો પોતપોતાની રીતે યોજના ચલાવે છે.

ફક્ત 10 રૂપિયામાં LED બલ્બ
તમને જણાવી દઈએ કે, CESL એ આ વર્ષે માર્ચમાં ગામડાઓમાં સસ્તા દરે એટલે કે માત્ર 10 રૂપિયામાં LED બલ્બનું વિતરણ કરવાની યોજના શરૂ કરી હતી. આ મહિને, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 2021 નિમિત્તે CESL એ એક જ દિવસમાં 10 લાખ LED બલ્બનું વેચાણ કર્યું હતું. નોંધનિય છે કે, આ બલ્બને તમે ઓપન માર્કેટમાં ખરીદવા જશો તો તેની કિંમત 100 રૂપિયાની આસપાસ ચૂકવવી પડશે. આ ઉપરાંત આ બલ્બ પર ત્રણ વર્ષની ગેરંટી પણ આપવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા 7 વોટ અને 12 વોટના LED બલ્બ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ દરેક પરિવાર વધુમાં વધુ પાંચ બલ્બ ખરીદી શકે છે.