શું તમે પણ બાઇક કે કાર પર ત્રિરંગો લઈને ફરો છે ? તો જાણી લો પહેલા આ નિયમો

શું તમે પણ બાઇક કે કાર પર ત્રિરંગો લઈને ફરો છે ? તો જાણી લો પહેલા આ નિયમો

 આવતી કાલે સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ ઉજવવામાં આવશે. અને સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેનદ્રભાઇ મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. અને તમામ નાગરિકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા અપીલ કરી છે. પરંતુ શું તમે જાણો છો કે ધ્વજ ફરકાવવા માટે ઘણા કાયદાકીય નિયમો છે. આ નિયમો કહે છે કે દરેક વ્યક્તિ પોતાની કાર પર ભારતીય ધ્વજ લગાવી શકે નહીં અને આમ કરવું ભારતીય ધ્વજ સંહિતાનું ઉલ્લંઘન છે.  તમે પણ વિચારતા હશો કે આવું કેવી રીતે થઈ શકે, પરંતુ આવું જ છે.

આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, કાર અથવા બાઇક પર ધ્વજ લગાવવાના નિયમો શું છે અને કયા લોકોને કાર પર ધ્વજ લગાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો આજે અમે તમને જણાવીએ છીએ કે નિયમો અનુસાર કાર પર કોણ ઝંડો લગાવી શકે છે.

આ પણ વાંચો: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સડિપોઝિટ નાં વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો હવે કેટલું વ્યાજ મળશે?

ધ્વજ કોણ લગાવી શકે?
આ માહિતી ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવી છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ધ્વજ ફરકાવવા અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે અને રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવામાં આવ્યું છે. આ ફ્લેગ કોડમાં કેટલાક લોકોને કાર (મોટર-કાર)માં ધ્વજ ફરકાવવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રીઓ રાજ્ય મંત્રી અને કેન્દ્રના નાયબ મંત્રી મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી લોકસભાના અધ્યક્ષ રાજ્યસભા અને લોકસભાના નાયબ અધ્યક્ષ, વિદેશમાં ભારતીય મિશન પોસ્ટના પ્રમુખો, સ્પીકરો. લેજિસ્લેટિવ એસેમ્બલીઝ, ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા હાઈકોર્ટના જજો ધ્વજ ફરકાવી શકે છે.

ધ્વજ કેવી રીતે મૂકવો?
જ્યારે કોઈ વિદેશી મહેમાન સરકાર દ્વારા આપવામાં આવતી કારમાં મુસાફરી કરે છે, ત્યારે કારની જમણી બાજુએ રાષ્ટ્રધ્વજ લગાવવાનો રહેશે અને અન્ય સંબંધિત દેશની વ્યક્તિનો ધ્વજ કારની ડાબી બાજુએ લગાવવાનો રહેશે.

આ પણ વાંચો: આધાર કાર્ડના કેટલા પ્રકાર છે, જાણો ક્યાં તેનો ઉપયોગ કરી શકો છો

કાર્યવાહી થઈ શકે છે
નિયમો અનુસાર જો ઉપરોક્ત વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ કાર પર ઝંડો લગાવે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ ભારતના બંધારણ અથવા તેના કોઈ ભાગને બાળે છે, કચડી નાખે છે અથવા અપવિત્ર કરે છે, તો રાષ્ટ્રીય ગૌરવના અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ તેને 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે. આ સિવાય ફ્લેગ કોડમાં અન્ય ઘણા નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેના અનુસાર ધ્વજનો ઉપયોગ કરી શકાય છે.

સુપ્રિમ કોર્ટે આપ્યો હતો આદેશ?
2004 પહેલા માત્ર સરકારી વિભાગો, ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓ પર જ ધ્વજ લહેરાવવાની છૂટ હતી.  2004માં, ભારત સરકાર વિરુદ્ધ નવીન જિંદાલ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક ભારતીયને તિરંગો ફરકાવવાનો અધિકાર છે. જો કે, કાર પર ત્રિરંગો લગાવવાનો અધિકાર બહુ ઓછા લોકોને મળ્યો છે અને સામાન્ય માણસ કારની આગળ ધ્વજ લગાવવા માટે તેનો ઉપયોગ કરી શકતો નથી.