દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે પોતાની ઇનકમમાંથી થોડી રકમ બચાવી શકે અને તેને એવી જગ્યાએ રોકાણ કરે જ્યાં તેમના પૈસા સુરક્ષિત પણ રહે અને આકર્ષક રીટર્ન પણ મળતું રહે. પરંતુ રીટાયરમેન્ટ પછી સૌથી મોટી સમસ્યા રેગ્યુલર ઇનકમની છે અને જો નોકરીમાં યોગ્ય પેન્શન ન મળે, તો વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, રીટાયરમેન્ટ પછીનું પ્લાનિંગ અગાઉથી કરવું જરૂરી છે. આ માટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે, જે તમને દર મહિને એક નિશ્ચિત રકમ કમાવવાની તક આપે છે. તો ચાલો તેના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.
1000 રૂપિયાથી ખોલી શકો છો MIS એકાઉન્ટ
પોસ્ટ ઓફિસમાં દરેક ઉંમર અને વર્ગ માટે સેવિંગ સ્કિમ્સ ચલાવવામાં આવે છે, જેમાં આકર્ષક રીટર્ન મળવાની સાથે તમારા ઇન્વેસ્ટમેન્ટને સુરક્ષિત રાખવાની ગેરન્ટી સરકાર આપે છે. એટલે કે આ સંપૂર્ણ ટેન્શન ફ્રી ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બની જાય છે. દર મહીને નિશ્ચિત ઇનકમ આપનારી પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કિમમાં તમે માત્ર 1000 રૂપિયાથી તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો.
એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી નિયમો
- 18 વર્ષ વધારેની ઉંમરનો કોઇ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે.
- જોઇન્ટ એકાઉન્ટ (મહત્તમ 3 પુખ્ત વયના વ્યક્તિ)
- સગીર અને એવા વ્યક્તિના વાલી તરીકે જેની માનસિક સ્થિતિ સારી ન હોય
- એકાઉન્ટ ઓછામાં ઓછા રૂ.1000ના રોકાણ સાથે ખોલી શકાય
ઇન્વેસ્ટમેન્ટ પર 7.4 ટકા વ્યાજ
પોસ્ટ ઓફિસના આ સ્કિમ તેના બેનિફિટ્સને લઇને ખૂબ જ પોપ્યુલર છે અને તેમાં મળતું વ્યાજ પણ આકર્ષક છે. સરકાર POMISમાં કરવામાં આવેલા રોકાણ પર 7.4 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ 1 એપ્રિલ 2023થી આપવામાં આવી રહ્યું છે. આ સરકારી સ્કિમનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે અને એકાઉન્ટ ખોલ્યાના એક વર્ષ સુધી તમે તેમાંથી પૈસા ઉપાડી શકતા નથી. આ સ્કિમની ખાસ વાત એ છે કે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારી દર મહીને ઇનકમનું ટેન્શન ખતમ થઇ જશે. તેમાં રોકાણકારો સિંગલ અને જોઇન્ટ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે
મહીને કેવી રીતે થશે રૂ.5500ની આવક?
હવે વાત કરીએ કે પોસ્ટ ઓફિસની આ યોજનામાં એકસાથે રોકાણ કરીને રોકાણકારો દર મહિને વ્યાજમાંથી 5500 રૂપિયાની માસિક આવક કેવી રીતે મેળવી શકાય છે. તેની ગણતરી ખૂબ જ સરળ છે, જો સિંગલ એકાઉન્ટ ધારકો તેમના એકાઉન્ટમાં નિર્ધારિત મહત્તમ રકમ એટલે કે 9 લાખ રૂપિયા જમા કરાવે છે, તો આ યોજનામાં આપવામાં આવતા 7.4% વ્યાજ મુજબ, તેમને દર મહિને 5500 રૂપિયાનું વ્યાજ મળશે. તેમજ જોઇન્ટ એકાઉન્ટમાં કરવામાં આવેલા મહત્તમ 15 લાખ રૂપિયાના રોકાણ દ્વારા માસિક આવક 9,250 રૂપિયા થશે
આ રીતે ખોલો એકાઉન્ટ
તમે તમારી સુવિધા અનુસાર, આ પોસ્ટ ઓફિસ યોજનામાં ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક ધોરણે વ્યાજ લઈ શકો છો. આ સરકારી યોજનામાં એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો, તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરી શકો છો. તમે પોસ્ટ ઓફિસમાંથી ખાતું ખોલવા માટે ફોર્મ લઈ શકો છો અને તેને KYC ફોર્મ અને PAN કાર્ડ સાથે સબમિટ કરી શકો છો