khissu

શું તમે બેંકોના આ ચાર્જ વિશે જાણો છો? બેંકો સુવિધાને નામે ઉઘરાવે છે અધધ ચાર્જ, જાણો કઈ સુવિધા માટે કેટલો ચાર્જ?

બેંકિંગ આપણી આવશ્યક જરૂરિયાત બની છે, પરંતુ આ જરૂરિયાત વિના મૂલ્યે પૂરી થતી નથી. દરેક જણ બેંકોની સેવાઓનો ઉપયોગ કરે છે અને તેના બદલામાં તે બેંકને તમામ પ્રકારના ચાર્જ પણ ચૂકવે છે. કોઈ અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરવા માટે પૈસા ટ્રાન્સફર કરવા માટે અથવા કોઈપણ પ્રકારની જાળવણી ફી વગેરે… આવી કોઈ પણ બેંક નથી કે જે ગ્રાહકો પાસેથી આ પ્રકારનો શુલ્ક લેતી ન હોય. કેટલીક બેંકોમાં આ ચાર્જ વધુ હોય છે અને કેટલીક બેંકોમાં આ ચાર્જ ઓછો હોય છે. અહીં તમને જણાવી દઈએ કે બેંકમાં તમારા પૈસા ક્યાં અને કેટલા કાપવામાં આવે છે.

વધારાની સુવિધાના નામે ચાર્જ: 
ઘણા ગ્રાહકો આ વધારાની સેવાઓ વિશે જાગૃત નથી અને તેઓ શાખામાં જાય છે અને બેંક કર્મચારી સાથે ઝગડો કરી બેઠે છે. તેથી જ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે બેંક દ્વારા તમારા ખાતામાંથી જે પૈસા કાપવામાં આવ્યા છે તે પૈસા કઈ સુવિધાના નામે કાપવામાં આવ્યા છે.

સેવા શુલ્ક:
એટીએમ ટ્રાંઝેક્શન સર્વિસ: રૂ. 20 થી રૂ. 50 (જો તમે તમારી મર્યાદાથી વધારે પૈસા ઉપાડતા હોય તો)
ડેબિટ કાર્ડ ફી: રૂ. 99 થી રૂ. 750
ડેબિટ કાર્ડ રિપ્લેસમેન્ટ: 200 રૂપિયા
મની ટ્રાન્સફર ચાર્જ: 1 થી 25 રૂપિયા સુધી (વધારાના જીએસટી)
ડુપ્લિકેટ સ્ટેટમેન્ટ: રૂ. 50 થી રૂ. 100
મોબાઇલ નંબર પર મેસેજ ચાર્જ: 10 થી 15 રૂપિયા

રોકડ વ્યવહાર ચાર્જ:
દરેક બેંકમાં, બચત ખાતા ધારકને એક નિશ્ચિત મર્યાદા સુધી મફતમાં રોકડ ટ્રાંઝેક્શન કરવાની મંજૂરી છે, ત્યારબાદ તેની પાસેથી રોકડ ટ્રાંઝેક્શન ચાર્જ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક્સિસ બેંકમાં, તમે મહિનામાં 2 લાખ રૂપિયા અથવા ચાર વખત મફતમાં રોકડ ઉપાડી શકો છો, ત્યાર પછી બેંક તમને ઉપાડેલી રકમના 2.5 ટકા જેટલો ચાર્જ લે છે. આ ચાર્જ અલગ-અલગ બેંકોમાં અલગ-અલગ હોય છે.

એટીએમ ટ્રાંઝેક્શન નિષ્ફળ ચાર્જ:
ઘણી વખત એવું બને છે કે ગ્રાહકો એટીએમ દ્વારા તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા માંગે છે, પરંતુ અપૂરતી રકમને કારણે ટ્રાંઝેક્શન નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં, બેંકો નિષ્ફળ એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલ કરે છે. જો આપણે ભારતીય સ્ટેટ બેંકની વાત કરીએ તો એસબીઆઈ દરેક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા + જીએસટી લે છે. જ્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેન્ક અને યસ બેંક તેમના ગ્રાહકો પાસેથી 25 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

ન્યૂનતમ બેલેન્સ ચાર્જ
જો ગ્રાહકના ખાતામાં બાકી રકમ ચોક્કસ મર્યાદા કરતા ઓછી હોય, તો કેટલીક બેંકો તેના પર ચાર્જ વસૂલ કરે છે. કેટલીક બેંકોમાં એક નિયમ છે કે ગ્રાહકના મહિના દરમિયાન સરેરાશ ન્યૂનતમ બેલેન્સ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, આઈસીઆઈસીઆઈ બેંકની મેટ્રો અને શહેરી શાખાઓમાં ઓછામાં ઓછું 10 હજાર રૂપિયાનું ન્યૂનતમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જ્યારે અર્ધ શહેરી અને ગ્રામીણ શાખાઓમાં આ મર્યાદા 5000 રૂપિયા છે.

ચેકની ફી અને ચેક ક્લિયરન્સ ચાર્જ: 
1 લાખ રૂપિયાથી વધુના ચેક માટે ક્લિયરન્સ ચાર્જ 150 રૂપિયા છે, જે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમજ જો ચેક 1 લાખ રૂપિયા સુધીનો છે, તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.