દેશમાં વધી રહેલા કોરોના કેસોના કારણે ફરી એક વાર કેન્દ્ર અને રાજ્યની સરકારો ના ટેન્શનમાં વધારો થયો છે. કોરોના ને રોકવા મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લી, પંજાબ, ગાઝિયાબાદ સહિત દેશના ઘણા શહેરોમાં નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યું છે, પણ નાઈટ કરફ્યુ ને લઈને ઘણા લોકોનું કહેવું એવું છે કે શું કોરોના રાત્રિના સમયે જ બહાર નીકળે છે ? જેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાઈટ કરફ્યુ શા માટે જરૂરી છે તે કહેવું પડ્યું હતું.
ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ.. કોરોના થી જીતવા પીએમ મોદીએ મંત્ર આપ્યો.
કોરોના નુ સ્વરૂપ વિશાળ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેને વિશેષમાં કહ્યું હતું કે નાઈટ કરફ્યુ ની જગ્યાએ કોરોના કરફ્યુ નામ દેવાથી લોકોમાં જાગૃકતા વધશે. પ્રધાનમંત્રી એ કહ્યું કે સમગ્ર વિશ્વએ નાઈટ કરફ્યુ નો સ્વીકાર કર્યો છે. હવે આપણે નાઈટ કરફ્યુ ને કોરોના કરફ્યુ નામ થી યાદ રાખવું જોઈએ.
વધુમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમુક અમુક બુદ્ધિજીવી ડિબેટ કરે છે કે શું કોરોના રાતમાં જ બહાર નીકળે છે, પરંતુ હકીકત એ છે કે દુનિયા એ રાત્રિ કરફ્યુનો સ્વીકાર કર્યો છે. કારણ કે દરેક વ્યક્તિને વિચાર આવે છે કે પોતે કોરોના કાળમાં જીવી રહ્યો છે. રાત્રિ દરમિયાન કરફ્યુ નો સમય 9 થી લઇ 5 વાગ્યા સુધી રાખવો જોઈએ જેથી બીજી વ્યવસ્થાઓ માં અડચણ ના પડે અને નાઈટ કરફ્યુ ને કોરોના કરફ્યુ નામથી પ્રચલિત કરો. આ શબ્દ લોકોને શિક્ષિત કરવામાં મદદ કરશે.
બેઠકની અંદર પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેણે કહ્યું કે કેસો વધવાનું કારણ એ છે કે લોકો હવે બેદરકારી દાખવી રહ્યા છે. પ્રશાસન પણ બેદરકારી દાખવી રહ્યું છે, પંરતુ પેલા કરતા આ સમસ્યા વધુ ગંભીર છે.
વધુમાં નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે 11 થી 14 એપ્રિલ ને ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 100% રસીકરણ નો લક્ષ્યાંક બનાવીએ. સાથો સાથ એ પણ કહ્યું હતું કે અત્યારે સંપૂર્ણ લોકડાઉન ની સ્થિતિ નથી. પહેલા કરતા દવાઓ અને પૂરતી સુવિધાઓ મળી રહી છે, પરંતુ દવા અને કડકાઈ બંનેની જરૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ન્યુ દિલ્હી ખાતે કોરોના ની રસીનો બીજો ડોઝ લીધો હતો. બીજી બાજુ ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના રસીનો ડોઝ લીધા પછી કોરોના પોઝિટિવ આવ્યા છે.