khissu

તો શું હવે ભારતમાં VPN બંધ થઇ જશે? યુઝર્સને લાગશે મોટો ઝટકો? જાણો શું આપી સરકારે માહિતી?

VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. વીપીએન સેવા સામાન્ય યુઝર્સથી લઈને  મોટા બિઝનેસ કરતા લોકોની પ્રાયવસી માટે ખૂબ જ ઉપયોગી છે.

જો તમે VPN નો ઉપયોગ કરો છો તો હેકર્સ, ટેલિકોમ પ્રોવાઇડર્સ અથવા કોઈપણ થર્ડ પાર્ટી એજન્સી માટે તમે ઇન્ટરનેટ પર શું કરી રહ્યા છો તે જાણવું લગભગ અશક્ય છે. VPN દ્વારા તમારી ઓળખથી લઈને સોશિયલ મીડિયા અને બેંક ખાતા પણ સુરક્ષિત છે.

રિપોર્ટ અનુસાર, સરકાર ટૂંક સમયમાં ભારતમાં VPN પર પ્રતિબંધ લગાવી શકે છે. હાલમાં સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે.  સમિતી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે દેશમાં VPN પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

આની પાછળ એવી દલીલ આપવામાં આવી છે કે VPN નો ઉપયોગ કરવાથી દેશ જોખમમાં મુકાઈ શકે છે. સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારો આનો ખોટો લાભ લઈ શકે છે.

યુઝર્સને થશે મોટું નુક્સાન: વીપીએનના ઘણા ફાયદાઓનો ઉપર આપણે ઉલ્લેખ કર્યો છે. વીપીએનનો ઉપયોગ કરીને, યુઝર્સ સાયબર ગુનાઓને ટાળી શકે છે.  ઉદાહરણ તરીકે, જો તમે વાઈફાઈ સાથે જોડાયેલ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો, તો હેકર્સ મોટા પ્રમાણમાં જાણી શકે છે કે તમે ઈન્ટરનેટ પર શું કરી રહ્યા છો.

જો તમે VPN નો ઉપયોગ કરતા નથી, તો પછી તમે હેકરો માટે સોફ્ટ ટાર્ગેટ છો. કારણ કે તમારા ઈન્ટરનેટ ને હેક કરવાનું હેકર માટે સરળ છે. ખાસ કરીને ઓફિસમાં, એરપોર્ટ પર અથવા કોઈપણ વાઇફાઇ,જો તમે વીપીએન વગર કનેક્ટ કરો છો, તો તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની શક્યતા વધારે છે.

આ સિવાય, VPN નો ઉપયોગ કરીને ખાનગી કંપનીઓ સરકારની જાસૂસીથી પણ બચી શકે છે.  કારણ કે જો કંપનીનો મેસેજ સાયબર ગુનેગારના હાથમાં આવી જાય, તો કંપનીને મોટું નુકસાન થઈ શકે છે. અત્યાર સુધી વીપીએન પ્રતિબંધ અંગે સરકાર દ્વારા કશું કહેવામાં આવ્યું નથી.