khissu

જો સરકારી સ્કીમનો આવો મેસેજ મળે તો છેતરાશો નહિ, તે કૌભાંડ પણ હોઇ શકે છે

કેન્દ્ર સરકાર લોકોના ભલા માટે સમયાંતરે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. પરંતુ માહિતીના અભાવે લોકો આ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. જેનો લાભ લઈને ઓનલાઈન ઠગ લોકો સરકારી યોજનાઓના નામે છેતરપિંડી કરે છે.

શું છે વાયરલ મેસેજ
કેન્દ્ર સરકારની એક યોજના, પ્રધાનમંત્રી નારી શક્તિ યોજનાને લઈને સોશિયલ મીડિયા પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોને 25 લાખ રૂપિયા સુધીની લોન આપવાનું કહેવામાં આવી રહ્યું છે. PIBએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી અને તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો. PIBએ લોકોને આવા મેસેજનો શિકાર ન થવા જણાવ્યું છે.

PIBએ એક ટ્વીટમાં કહ્યું કે યુટ્યુબ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ 25 લાખ સુધીની લોન આપી રહી છે. આ દાવો સંપૂર્ણપણે બોગસ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

PIBએ કહ્યું કે લોકો સરળતાથી સરકારી સ્કીમને સમજીને આવા છેતરપિંડીથી ભરેલાં દાવાઓનો શિકાર બને છે. આમાં પ્રધાનમંત્રી કન્યા સન્માન યોજના, મહિલા સ્વરોજગાર યોજના, PM નારી શક્તિ યોજના વગેરેનો સમાવેશ થાય છે.