khissu

કોરોના કાળ દરમિયાન DRDO દ્વારા 2DG દવા લોન્ચ: જાણો કોરોના સામે આ દવા કેવી રીતે કામ કરશે?

કોરોના વાયરસની બીજી લહેર સામે ભારત યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (Defence Research & Development Organisation - DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી 2DG દવા આજે લોંચ કરવામાં આવી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન આજે સવારે 10:30 કલાકે આ દવાને લોન્ચ કરી હતી. આ દવા લોન્ચ થયા બાદ આવતા એક બે દિવસોમાં દર્દીઓને આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ડૉ. રેડ્ડીઝ લેબમાં 10,000 ડોઝ બનીને તૈયાર થઈ ગયા છે.

DCGI એ ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી હતી :- રક્ષા મંત્રી રાજનાથ સિંહે મે મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ ના ગંભીર લક્ષણો પર આ દવાને DCGI (Drugs Controller General of India - DCGI) દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દીધી હતી. કોરોના નાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને DCGI એ ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી હતી. DRDO નાં મુખ્યમથક માં આજે બન્ને કેન્દ્રીય મંત્રીઓ 2DG દવા લોન્ચ કરશે.

રક્ષા મંત્રાલયનુ કહેવું છે કે કોરોના વાયરસ થી મોટી સંખ્યામાં દર્દીઓને ઓકસીજન સાથે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. આ દવા કોરોના વાયરસનાં સામાન્ય થી ગંભીર દર્દીઓને આપી શકાય છે. 2 ડી-ઑક્સી-ડી-ગ્લૂકોઝ દવા દર્દીઓને ઝડપથી સાજા કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: શું હવે કોરોના વેક્સિન જાતે જ લઈ શકાશે? આ વેક્સિન બીજી વેક્સિનથી અલગ કેમ? જાણો નેઝલ વેક્સિનના ફાયદાઓ...

આ દવા કેવી રીતે લેવાની?
કોરોના ની બીજી લહેર સામે DRDO નવી આ દવા નવું કિરણ લઈને આવી છે. આ દવાનું નામ 2-ડી-ઓકસી ડી- ગ્લુકોઝ છે. DRDO ની આ દવા તે સમયે આવી છે જ્યારે ભારતમાં કોરોના ની ત્રીજી લહેરની વાત થઈ રહી છે. એવામાં દેશભરમાં ઓકસીજન ની અપૂર્તિ જોવા મળી રહી છે. સારી વાત એ છે કે 2-DG દવા પાવડર ના સ્વરૂપ માં આવે છે અને તેને પાણીમાં ઓગાળીને પીવાની હોય છે.