મોટા સમાચાર/ વાહન ચાલકોને હવે Driving License અને RC બુક સાથે હોવી જરૂરી નથી, જાણો શું છે સરકારનો નિયમ..

મોટા સમાચાર/ વાહન ચાલકોને હવે Driving License અને RC બુક સાથે હોવી જરૂરી નથી, જાણો શું છે સરકારનો નિયમ..

વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે તમારે તમારી સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) રાખવાની જરૂર નથી. ડ્રાઇવરો હવે ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા પૂછવામાં આવે ત્યારે ડિજીલોકર પ્લેટફોર્મ અથવા એમપરિવહન મોબાઇલ એપ પર ડિજિટલ સ્વરૂપે રાખેલા આ ડોક્યુમેન્ટ બતાવી શકે છે.

ડિજી-લોકર માન્ય રહેશે: દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ડિજી-લોકર પ્લેટફોર્મ અથવા એમ-પરિવહન મોબાઇલ એપ પર ડિજિટલ ફોર્મેટમાં રાખેલ ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુક મોટર વ્હીકલ અધિનિયમ,1988 હેઠળ માન્ય ડોક્યુમેન્ટ છે. વધુમાં તેને જણાવ્યું છે કે પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રો મુજબ ડીજી લોકર કાયદેસર રીતે માન્ય છે.

શું છે DigiLocker? 

ડિજીલોકર એ એક એવી એપ્લિકેશન છે કે જેના હેઠળ તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હિકલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ જેવા ડોક્યુમેન્ટ ને સુરક્ષિત રીતે સાચવી શકો છો. જેને Ministry of Electronics and Information Technology દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. DigiLocker તમારા આધાર કાર્ડ અને ફોન નંબર સાથે જોડાયેલ છે. આમાં, તમે તમારા દસ્તાવેજોની સ્કેન કરેલી નકલને PDF, JPEG અથવા PNG ફોર્મેટમાં અપલોડ કરીને સાચવી શકો છો.

તેમાં સાચવેલા દસ્તાવેજો (ડિજીલોકર ઉપયોગો) નો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે તમારા કોઈપણ દસ્તાવેજોની હાર્ડ કોપી તમારી સાથે રાખવાની જરૂર નથી. અને ચોરી થવાનો કે ખોવાઈ જવાનો કોઈ ડર રહેશે નહીં.