મોદી સરકારનો મોટો નિર્ણય! : 1 જુલાઈથી ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમોમાં થશે આ ફેરફારો, હવે આ રીતે બનશે તમારું DL

મોદી સરકારનો મોટો નિર્ણય! : 1 જુલાઈથી ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમોમાં થશે આ ફેરફારો, હવે આ રીતે બનશે તમારું DL

મોદી સરકારે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા અને રિન્યુ કરાવવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એટલે કે હવે બધું સરળ થઈ જશે. તેમજ હવે ડ્રાઇવિંગ લાયસન્સના કામ માટે તમારે વારંવાર RTO ઓફિસમાં જવું નહીં પડે.

નવા નિયમો 1લી જુલાઈ 2022થી લાગુ થશે:
અગાઉના નિયમો અનુસાર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવી પડતી હતી. પરંતુ હવે નિયમોમાં ફેરફાર કર્યા બાદ તમારે કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવાના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે નવા નિયમ મુજબ, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં, પરંતુ થોડા સમય પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે.

હવે તમારે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOના ચક્કર નહીં લગાવવા પડશે. હવે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવા માટે નોંધણી કરાવ્યા પછી, ત્યાં ટ્રેનિંગ લો અને ટેસ્ટ આપો અને ડ્રાઇવિંગનું પ્રમાણપત્ર મેળવો. હવે આ સર્ટિફિકેટ દ્વારા તમે જલ્દીથી જલ્દી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોર્સ ચાલશે:
DL તૈયાર કરવા માટે એક કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સમાવેશ થાય છે. આ કોર્સમાં લાઇટ મોટર વ્હીકલ (LMV) કોર્સ 4 અઠવાડિયા અને કુલ 29 કલાકનો હશે. બીજી તરફ, પ્રેક્ટિકલ કોર્સમાં તમને કાર શહેર, ગામ, રિવર્સિંગ અને પાર્કિંગ વગેરે માટે 21 કલાકનો પૂરો સમય મળશે. તેમજ 8 કલાકમાં તમે થિયરીની માહિતી મેળવી શકો છો