કોરોનામાં રોક ને કારણે લોકોએ ચાલુ મેટ્રોમાં Kiss કરી વિરોધ દર્શાવ્યો.

કોરોનામાં રોક ને કારણે લોકોએ ચાલુ મેટ્રોમાં Kiss કરી વિરોધ દર્શાવ્યો.

કોરોના ની મહામારી આખા વિશ્વ માં ફેલાયેલી છે ત્યારે ઘણા સમયથી ઘણા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે એવામાં લોકો હવે કંટાળી ગયા છે. આ સમય દરમિયાન લોકો ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. માસ્ક પહેરવાને લઈને થતા નાટક ને કારણે લોકોએ વિરોધ દર્શાવવા મેટ્રો માં કિસ કરવા લાગ્યા.


જી હા મિત્રો, રશિયા ના yekaterinburn શહેરમાં ચાલતી મેટ્રો માં કપલ્સે ચાલુ મેટ્રોમાં કિસ કરીને વિરોધ કર્યો. લોકોનું કહેવું છે કે સરકારને માત્ર રેસ્ટોરન્ટ, નાઈટ ક્લબ અને ઇવનિંગ શૉ  માં જ કોરોના નો ખતરો દેખાઈ રહ્યો છે જયારે મેટ્રો માં આટલી બધી ભીડ-ભાડ માં લોકો મુસાફરી કરી રહ્યા છે ત્યારે સરકારને કોઈ ફરક નથી પડતો.


લોકો એ જણાવ્યું કે, અમારો મકસદ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. જોકે ઘણા બધા મ્યુઝીસિયન છે જે કોરોનાને કારણે થતી બંધી ના વિરોધમાં બોલી રહ્યા છે પણ અમે આ કોરોનાની બંધી ના વિરુદ્ધ માં નથી. પરંતુ કરવામાં આવતા ભેદભાવને લઈને છે.


સરકારે માત્ર રાત્રી કરફ્યુ જ લગાવે છે જ્યારે દિવસે મેટ્રોમાં થતી ભીડ ભાડ તો સરકારને દેખાઈ જ નથી રહી તેથી લોકોએ ચાલુ મેટ્રો એ કપલ્સ સાથે કિસ કરી વિરોધ દર્શાવ્યો.