હવે PM કિસાનનો 12મો હપ્તો આવવાની તૈયારી, તે પહેલા જલ્દી કરો આ કામ

હવે PM કિસાનનો 12મો હપ્તો આવવાની તૈયારી, તે પહેલા જલ્દી કરો આ કામ

સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોને 11મા હપ્તાના નાણાં ટ્રાન્સફર કર્યા છે. હવે જો તમારે 12મો હપ્તો જોઈતો હોય તો પહેલા આ કામ કરો. સરકારે તાજેતરમાં ઈ-કેવાયસીની સમયમર્યાદા 31 મેથી 31 જુલાઈ, 2022 સુધી લંબાવી છે. જે ખેડૂતો 11મી પછી 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તેમણે ઈ-કેવાયસી કરાવવું જોઈએ.

12મો હપ્તો મેળવવા માટે e-KYC જરૂરી
મોદી સરકારે હવે યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી e-KYC માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 કરી છે. જેથી કરીને મોટાભાગના ખેડૂતો 12મો હપ્તો મેળવવા માટે સમયસર ઇ-કેવાયસી કરાવી શકે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે PM કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે તેમનું eKYC પૂર્ણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

આ રીતે પૂર્ણ કરો e-KYC 
ખેડૂતો મોબાઈલ એપની મદદથી અથવા લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. eKYC ઓનલાઈન પૂર્ણ કરવા માટે તમારે નીચે જણાવેલ રીત અનુસરવાની રહેશે

> આ માટે, સૌથી પહેલાં PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ.
> અહીં તમે Farmers corner પર સૌથી પહેલા e-KYC ની લિંક જોશો, લિંક પર ક્લિક કરવાથી તમને આધાર નંબર પૂછવામાં આવશે.
> અહીં તમારો આધાર નંબર અને ઇમેજ કોડ દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. 
> ત્યારબાદ, મોબાઈલ નંબર દાખલ કરો, અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે તમારે એ જ નંબર દાખલ કરવો પડશે જે આધાર સાથે લિંક થયેલો છે.
> આ પછી OTP દાખલ કરો. ત્યારપછી તમારું e-KYC પૂર્ણ થઈ જશે. 
> જો તમને ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા આવે તો તમે આધાર સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.