khissu

આ શેરમાં કરો રોકાણ, 1 વર્ષમાં મળશે 15% રિટર્ન

 ભારતની અગ્રણી બ્રોકરેજ ફર્મ એડલવાઈસ(Edelweiss)એ Lumax Inds પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ સ્ટોક 12 મહિનાના સમયગાળામાં સરળતાથી 15 ટકાનું વળતર મેળવી શકે છે. હાલમાં આ શેર 1486 રૂપિયાની આસપાસ છે. એડલવાઈસનું માનવું છે કે આગામી 1 વર્ષમાં આ સ્ટૉકમાં 1710 રૂપિયાનો ટાર્ગેટ સરળતાથી જોઈ શકાય છે.

જો આપણે કંપનીના પ્રદર્શન પર નજર કરીએ તો, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 7 ટકા વધીને રૂ. 453 કરોડ રહી છે, જ્યારે EBITDA વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 37 કરોડ છે. ત્રિમાસિક ધોરણે કંપનીના EBITDAમાં 4.8 ગણો વધારો જોવા મળ્યો છે.

કંપનીનું EBITDA માર્જિન બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 8.5 ટકાથી ઘટીને 8.2 ટકા થયું છે. જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનું EBITDA માર્જિન 2 ટકા રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન કર્મચારીઓના ખર્ચાઓ અને અન્ય વધારાના ખર્ચને કારણે કંપનીના EBITDA માર્જિન પર દબાણ આવ્યું છે.

એડલવાઈસનું માનવુ છે કે કંપનીનું ઉત્પાદન FY22 ના ચોથા ક્વાર્ટરથી સામાન્ય થઈ જશે, સેમી-કન્ડક્ટરની અછત દૂર થઈ જશે. આ સાથે તેને LED બિઝનેસમાં કંપનીના વધતા પ્રવેશનો પણ ફાયદો થશે. આ કંપની ઓટો મેટર લાઇટિંગની અગ્રણી કંપની છે. કંપનીને LED ટ્રાન્સમિશનનો જબરદસ્ત ફાયદો મળશે, તેને ધ્યાનમાં રાખીને આ સ્ટોકમાં ખરીદી કરવાની સલાહ છે.


કંપની પ્રોફાઇલ પર નજર કરીએ તો, ભારતીય ઓટો મોબાઇલ લાઇટિંગ બિઝનેસમાં લુમેક્સનો બજારહિસ્સો 60 ટકાથી વધુ છે. લુમેક્સ ગ્રૂપની પ્રોડક્ટ પ્રોફાઇલમાં ઓટોમોટિવ લાઇટિંગ સોલ્યુશન્સ તેમજ Gear Shifters, Shift Towers, 2-wheeler Chassis, Intake Systems, Seat structures & Mechanisms, LED Lighting, HVAC Panels, Electrical & Electronic Components, Cables & Wiring Harness, Telematics Products और Services, Oxygen Sensors જેવી પ્રોડક્ટ સામેલ છે.