વોટર આઈડી પર ચૂંટણી પંચની મોટી જાહેરાત, તમે પણ જાણી લો આ જરૂરી સૂચના

વોટર આઈડી પર ચૂંટણી પંચની મોટી જાહેરાત, તમે પણ જાણી લો આ જરૂરી સૂચના

ભારતના ચૂંટણી પંચે 18 વર્ષથી નીચેના યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે લોકો 1 જાન્યુઆરી, 2023 ના રોજ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે, તેઓ પણ હવેથી મતદાર ઓળખ કાર્ડ માટે અરજી કરી શકે છે. આ સિવાય હવે યુવાનો વર્ષમાં ત્રણ વાર વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકશે.

આ પણ વાંચો: સામાન્ય માણસના ખિસ્સા પર થશે સીધી અસર! 1લી ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો

1 ઓગસ્ટથી મતદાર ID અપડેટ કરવામાં આવશે
ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવા મતદાતાઓ તેમની ઓળખ સ્થાપિત કરવા માટે નોંધણી સમયે આધાર નંબર આપી શકે છે. મતદાર યાદીમાં નામ ઉમેરાયા બાદ દરેક મતદારને EPIC કાર્ડ આપવામાં આવશે. આવા મતદારો જેમનું નામ પહેલેથી જ યાદીમાં છે તેઓ પણ 1 ઓગસ્ટથી 31 માર્ચ, 2023 સુધી મતદાર IDમાં તેમનો આધાર નંબર અપડેટ કરી શકે છે. આ માટે ફોર્મ 6B ભરવામાં આવશે.

આ ત્રણ તારીખે અરજી કરવામાં આવશે
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ રાજ્યોના સીઈઓને આપવામાં આવેલી સૂચનામાં જણાવ્યું હતું કે નાગરિકો હવે અગાઉથી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અરજી કરી શકાશે. આ માટે, મતદાર ઓળખ કાર્ડ માટે દર વર્ષે 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરના રોજ ત્રણ વખત અરજી કરી શકાય છે.

1લી ઓગસ્ટથી ચલાવવામાં આવશે વિશેષ અભિયાન 
ચૂંટણી પંચે મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે 1 ઓગસ્ટ 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધી અભિયાન ચલાવવામાં આવશે. અભિયાનમાં મતદાર યાદીમાં સામેલ દરેક નામને આધાર નંબર લઈને આધાર સાથે લિંક કરવામાં આવશે.