વીજળી ગ્રાહકો માટે મોદી સરકારે આપ્યો છે મહત્વનો નિર્ણય. હવેથી વીજળી ગ્રાહકોને મળશે 24 કલાક વીજળી અને સાથે બીજા 11 અધિકાર પણ આપ્યા છે.
મોદી સરકારે હાલમાં વીજળી વિતરણ કંપનીઓને કેટલાક નિયમો રજૂ કર્યા છે આ નિયમોનું પાલન નહીં કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ નિયમો વિશે વીજળી મંત્રી આર. કે. સિંહે જણાવ્યું કે દેશની વીજળી વિતરણ કંપનીઓ હવે સેવા પ્રદાતા કંપની બની ગઈ છે. વીજળી ગ્રાહકોને અન્ય સેવા ક્ષેત્રોની જેમ દરેક અધિકાર મળશે. આ નિયમથી 30 કરોડ વીજળી ગ્રાહકોને લાભ થશે.
આ ઉપરાંત વીજળી ગ્રાહકોને કુલ 11 અધિકારો અપાયા છે. તેમાં નવા કનેક્શન થી માંડીને મીટર લગાવવા અને બિલની ચુકવણી પણ સામેલ છે. વીજળીના કનેક્શન અંતર્ગત દરેક પ્રકારની ઓનલાઇન સુવિધા પણ મળશે.
કોઈપણ નવા કનેક્શન માટે ગ્રાહકોને મહાનગરમાં 7 દિવસ , નગર નિગમમાં 15 દિવસ અનેં ગ્રામીણ વિસ્તારમાં 30 દિવસ ની અંદર કનેક્શન આપવાનું રહેશે. આ ઉપરાંત વીજળીનું બિલ ઓનલાઇન ભરવાનો પણ વિકલ્પ આપવાનો રહેશે.