દિવાળી પહેલા પ્રોવિડન્ટ ફંડ (PF) ના ગ્રાહકોને EPFO તરફથી સારા સમાચાર મળવા લાગ્યા છે. EPFO એ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ PF ખાતાધારકોના ખાતામાં જમા કરવાનું શરૂ કર્યું છે. દેશના લગભગ 6.5 કરોડ ગ્રાહકોના ખાતામાં પૈસા આવવા લાગ્યા છે. એટલે તમામ ખાતાધારકો તેમના ખાતામાં કેટલા પીએફ નાણાં આવ્યા તે જોવા માટે તેમના પીએફ ખાતાની તપાસ કરી રહ્યા છે.
અત્યાર સુધી ઘણા ખાતાધારકોને વ્યાજના નાણાં મળ્યા નથી પણ અપેક્ષા છે કે ટૂંક સમયમાં તેમના ખાતામાં પૈસા આવી જશે. જો કે ઝોન મુજબ વ્યાજની રકમ જમા થવાને કારણે, વિવિધ ઝોનમાં નાણાં જમા કરવામાં ઘણી વખત સમય લાગે છે.
આટલા વ્યાજના પૈસા આવ્યા છે: નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે પીએફ પર 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર કરવાના પ્રસ્તાવને સરકારે પહેલેથી જ લીલી ઝંડી આપી દીધી હતી. શ્રમ મંત્રાલયે પણ આ નિર્ણયને પોતાની સંમતિ આપી દીધી હતી. હવે EPFO ગ્રાહકોના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરી રહ્યું છે.
આ પણ વાંચો: BOB આપી રહી છે દિવાળી પર ભેટ, જાણો શું?
તમારા EPFO એકાઉન્ટને મેસેજ દ્વારા ચેક કરવા માટે, EPFO એ એક નંબર 7738299899 જારી કર્યો છે. તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી નિર્ધારિત નંબર પર એસએમએસ મોકલવો પડશે અને તમને બધી જરૂરી માહિતી પ્રાપ્ત થશે.