PM કિસાન સન્માન નિધિ યોજના માં કરોડો ખેડૂતો જોડાયેલા છે મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી અનેક યોજનાઓ શરૂ કરી છે તેમાંથી એક યોજના તેમાંથી એક યોજના છે
PM કિસાન સન્માન નિધિ યોજના સરકારની એવી યોજના છે જેમાં સીધાં ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે અને આ યોજના મુજબ દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM કિસાન સન્માન નિધિ યોજનામાં ફેરફાર:
- શરૂઆતમાં આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો માટે અમુક મર્યાદાઓ હતી.
- જે મુજબ જે ખેડૂતો પાસે ખેતી યોગ્ય 2 હેક્ટર અથવા 5 એકર જમીન હોય તેવાજ ખેડૂતો લાભ લઈ શકતાં હતા પરંતુ હવે આ યોજનામાં તમામ માપદંડો ખતમ કરી દેવામાં આવ્યાં છે.
-જેથી દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે એટલે કે હવે 14.5 કરોડ ખેડૂતો લાભ લઈ શકે છે.
- પરંતુ આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂત પાસે આધારકાર્ડ હોવું ફરજિયાત છે જો આધારકાર્ડ નહીં હોય તો આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.
ક્યાં મહિનામાં આવશે નવમો હપ્તો?
આ યોજનામાં જોડાયેલા ખેડૂતોના ખાતામાં અત્યારસુધીમાં 8 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે અને હવે નવમો હપ્તો પણ ઑગસ્ટ મહિનામાં જમા કરવામાં આવશે જેની જાણકારી મિડિયા રિપોર્ટર્સ દ્વારા આપવામાં આવી છે.
શું તમારે હપ્તા નથી આવતા?
આ યોજનામાં ઘણાં ખેડૂતો છે જેના હપ્તા આવતા જ નથી. આ પાછળનું કારણ તમારા આધારકાર્ડમાં નામ અને બેન્ક ખાતામાં ગડબડ હોઈ શકે છે. જો તમારે ઘરે બેઠાં જાણવું હોય કે તમારો હપ્તો આવ્યો છે કે નહીં? કયો હપ્તો ક્યારે આવ્યો? આ ઉપરાંત તમારા આખા ગામમાં કેટલાં લોકોને હપ્તો આવ્યો છે એ પણ જાણી શકો છો.
આ માટે તમારે PM કિસાનની ઓફિસિઅલ વેબસાઈટ પર જઈને જમણી બાજુએ આવેલ Farmers Corner વિકલ્પ પર ક્લિક કરો. હવે ત્યા Beneficiary Status પર ક્લિક કરી તેમાં અઢાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર માંથી કોઈ પણ એક નાખી get data પર ક્લીક કરો. હવે તમને તમામ માહિતી અહીં મળી જશે કે તમારો કયો હપ્તો ક્યારે આવ્યો છે , અને કયો હપ્તો આવ્યો નથી.
PM કિસાન યોજના વિશેની આ માહિતી આખી જાણવા માટે ઉપરનો વિડિયો જોઈ લ્યો.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જનતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.