khissu

પત્ર લખી ને લગાવી દીધી ફાંસી : મારો મૃતદેહ ના ટુકડા વેંચીને પૈસા વસૂલી લેજો.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના માતગુવા ગામમાં વીજળી નું બિલ ના ચૂકવી હોવા શક્યાના કારણે ફાંસી લગાવી દીધી.


વાત એમ હતી કે, મધ્યપ્રદેશ ના એક ગામમાં રહેતા યુવકે કોરોના મહામારી ને કારણે આર્થિક સ્થિતિ સારી ન રહેતા ૮૦ હજાર રૂપિયા જેટલું વીજળીનું બિલ ભરી શક્યો નહીં. આ કારણે વીજળી વિભાગના કર્મચારીઓ આવી તેને ગામ ના લોકોની સામે બેઇજ્જત કર્યો હતો. પોતાની આ બેઈજ્જતી ને કારણે તેણે વીજળી વિભાગના અધિકારીઓ વિશે કટાક્ષ લખી ફાંસી એ ચડી ગયો.


તેણે નોટમાં નરેન્દ્ર મોદી ને સંબોધીને લખ્યું હતું કે, હું તમારી સરકારથી સંતુષ્ટ છું પણ તમારા નીચેના સ્તરે કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓથી ખુશ નથી. વીજળી વિભાગને મારે ૮૦ હજાર રૂપિયા દેવાનાં હતાં પરંતુ લોકડાઉન દરમિયાન પરિસ્થિતિ ઠીક ન હોવાથી બિલ ચૂકવી શક્યો નહીં.


એટલું જ નહીં વીજળી વિભાગના લોકોએ તેની ગાડી અને મોટરસાયકલ પણ લઈ લીધી. તેણે પત્ર માં એ પણ લખ્યું હતું કે, વીજળી વિભાગના અધિકારીઓ મારુ શબ આપી દેજો જેથી તેને વેંચીને પૈસા વસુલ કરી લે.