khissu

Explained: તાલિબાન હથિયારો ખરીદવા પૈસા ક્યાંથી લાવે છે? ક્યો દેશ તેને મદદ કરી રહ્યો છે? જાણો સંપૂર્ણ ગણિત વિગતવાર

તાલિબાને 20 વર્ષ બાદ ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. 15 ઓગસ્ટ 2021 ના ​​રોજ તાલિબાન લોકોએ અફઘાનિસ્તાનના છેલ્લા કિલ્લા કાબુલનો પણ નાશ કર્યો હતો.તાલિબાનની આ સફળતાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે.નવેમ્બર 2001 માં અમેરિકી દળોએ તાલિબાનને કાબુલમાંથી હાંકી કાઢયા હતા. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે તાલિબાનોએ 20 વર્ષ સુધી વિશ્વની સૌથી શક્તિશાળી સેના સામે પોતાનો સંઘર્ષ કેવી રીતે ચાલુ રાખ્યો?

2001 પછી જ્યારે અમેરિકાએ તાલિબાનના ટોચના નેતાઓને ખતમ કર્યા ત્યારે લોકોને લાગ્યું કે તાલિબાનનું પરત ફરવું હવે શક્ય નથી. પરંતુ તાલિબાને 20 વર્ષની લાંબી રાહ બાદ અફઘાનિસ્તાનને હરાવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલીમ અને હથિયારોના નામે 80 અબજ ડોલર ખર્ચ્યા છે. આવી સ્થિતિમાં  પ્રશ્ન એ ઉભો થાય છે કે તાલિબાન યુદ્ધના મેદાનમાં કેવી રીતે રહ્યા? તેને રૂપિયા ક્યાંથી મળતા? ચાલો આ બધા પ્રશ્નોના જવાબો પર એક નજર કરીએ.

ડ્રગ્સ વેચવાથી મળતા પૈસા: મે 2020 ના રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અંદાજ લગાવ્યો હતો કે તાલિબાન વાર્ષિક $ 300 મિલિયનથી 1.5 અબજ ડોલરનું ભંડોળ મેળવે છે. જ્યારે 2019 માં આ આંકડા ઓછા હતા.

મેથેમ્ફેટામાઇનનો બિઝનેસ: તાલિબાનની અસલી આવક ડ્રગના વેપારમાંથી આવે છે. દવાઓનો જથ્થો અફઘાનિસ્તાનથી ગેરકાયદેસર રીતે વિશ્વના ઘણા દેશોમાં પહોંચાડવામાં આવે છે. આ સિવાય તે હેરોઈન વેચીને ઘણું કમાઈ લે છે. પરંતુ હાલનાં વર્ષોમાં તાલિબાનોએ મેથેમ્ફેટામાઇન નામની દવાની સપ્લાય શરૂ કરી છે. નિષ્ણાતોના મતે, આમાં ઘણા પૈસા મળે છે. પરંતુ તેની કિંમત અફીણ અને હેરોઇન કરતા ઓછી છે.

અફીણ નુ ઉત્પાદન: ગયા વર્ષે આવેલ એક રીપોર્ટમાં UNODC એ કહ્યું હતું કે અફઘાનિસ્તાન એવો દેશ છે જ્યાં અફીણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના 84 ટકા અફીણનું ઉત્પાદન અહીં થતું હતું. તે પડોશી દેશો અને યુરોપના બજારોમાં પૂરી પાડવામાં આવતું આ ઉપરાંત, દવાઓ પૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકા, ઉત્તર અમેરિકા (ખાસ કરીને કેનેડા) અને ઓશનિયામાં પૂરી પાડવામાં આવે છે.

ગેરકાયદેસર ડ્રગ વેપાર ઉપરાંત તાલિબાનના સ્થાપક મુલ્લા મુહમ્મદ ઉમરના પુત્ર મુલ્લા મુહમ્મદ યાકોબની દેખરેખ હેઠળ ગેરકાયદેસર ખનન કામ અને નિકાસનો બિઝનેસ પણ કરવામાં આવે છે. આરસ, તાંબુ, સોનું, જસત અને દુર્લભ ધાતુઓનું ગેરકાયદેસર ખનન દ્રારા $ 450 મિલિયનથી પણ વધુનું ઉત્પાદન કરે છે.

તાલિબાનને પર્શિયન ગલ્ફના દેશો તરફથી 240 મિલિયન ડોલરનું મોટું દાન પણ મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન પાસે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં $ 80 મિલિયનની સંપત્તિ છે.

સપ્ટેમ્બર 2017 માં, અફઘાન સેના પ્રમુખ જનરલ શરીફ યાફતાલીએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની પાસે સાબિત કરવા માટે દસ્તાવેજો છે કે ઈરાન પશ્ચિમી અફઘાનિસ્તાનમાં તાલિબાનને શસ્ત્રો અને લશ્કરી સાધનો સપ્લાય કરી રહ્યું હતું. યુએસ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના નવેમ્બર 2019 ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2007 થી ઈરાને અફઘાનિસ્તાનમાં અમેરિકા તાલિબાનને શસ્ત્રો, તાલીમ અને ભંડોળ પૂરું પાડતું હતું.

અમેરિકાએ 2017 નાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2003 થી 2016 વચ્ચે અમેરિકાએ અફઘાન સેનાને 75,898 વાહનો, 5,99,690 હથિયારો, 208 વિમાનો અને દેખરેખ માટે અનેક સાધનો પૂરા પાડ્યા હતા. અમેરિકા દ્રારા 7,000 મશીનગન, 4,700 હમવીઝ અને 20,000 થી વધુ ગ્રેનેડ અફઘાન દળોને આપવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આમાંથી ઘણા હથિયારો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા હશે.