khissu

ખેડૂતોએ ભાવુક થઈ મોદીજીના માતાને પત્ર લખ્યો, શું મોદીજી પોતાની માતાની વાત માનશે ?

હાલ લાંબા સમયથી દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલન પર હજી કોઈ નિર્ણય લેવાયો નથી. દિલ્હીના ખેડૂતો અને તેના પરિવાર જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો વગેરે કડકતી ઠંડીમાં રાત-દિવસ ધરણા લગાવ્યા છે અને કેટલાયે ખેડૂતો શહિદ પણ થઈ ચૂક્યા છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ પર અડગ છે તો બીજી બાજુ સરકાર પણ પોતાની જીદ પર અડગ છે.


છેવટે ખેડૂતોએ કંટાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા ને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ખેડૂતોએ મોદીજીની માતાને એક પત્ર લખ્યો જેમાં માતાને અપીલ કરી હતી  કે તેઓ પોતાના પુત્ર નરેન્દ્રમોદીને ત્રણ કાળા કાયદાઓ રદ કરવા વિનંતી કરે, કોઈપણ પુત્ર તેના માતાનું જરૂર માનશે તેથી મોદીજી તમારું પણ માનશે.


પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગામ ગોલુના મોંઘના ખેડૂત હરપ્રીતસિંહ દ્વારા આ પત્ર લખાયો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, 'હું આ પત્ર ખુબજ ભારે મનથી લખી રહ્યો છું. જો કે તમે જાણતા જ હશો કે દેશ અને દુનિયાને ખવડાવનારા અન્નદાતા ત્રણ કાળા કાયદા ના કારણે આ ભીષણ ઠંડીમાં દિલ્હીના રસ્તાઓ પર સુવા માટે મજબૂર છે જેમાં ૯૦ થી ૯૫ વર્ષના વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પણ છે અને કેટલાયે ખેડૂતો શહીદ પણ થઈ ચુક્યા છે. જોકે આ બધું ત્રણ કાળા કાયદાને કારણે થઈ રહ્યું છે જે ખરેખર અંબાણી, અદાણી જેવા પરિવારોના ઈશારે પાસ થયા છે.'


તેઓએ વધુમાં એ પણ કહ્યું કે, ' મારુ માનવું છે કે દુનિયામાં કોઈપણ વ્યક્તિ પોતાની માતાની વાત ને ટાળી શકે નહીં. સમગ્ર દેશ તમારો આભાર માનશે. માત્ર એક માતા જ પોતાના પુત્રને આદેશ આપી શકે છે.'