કૃષિ કાનૂન વિરુદ્ધ આંદોલન કરતા ખેડૂતો બ્રિટીશ સાંસદોને લખશે પત્ર | બ્રિટીશ વડાપ્રધાન ને પ્રજાસત્તાક દિવસે ભારત ન આવવાની વિનંતી કરશે

કૃષિ કાનૂન વિરુદ્ધ આંદોલન કરતા ખેડૂતો બ્રિટીશ સાંસદોને લખશે પત્ર | બ્રિટીશ વડાપ્રધાન ને પ્રજાસત્તાક દિવસે ભારત ન આવવાની વિનંતી કરશે

કૃષિ કાયદો રદ કરવા દિલ્હીના સીમાડા પર આંદોલન કરી રહેલા ખેડૂતો બ્રિટિશ સાંસદોને પત્ર લખશે. ખેડૂતો એ બ્રિટિશ સાંસદોને પત્ર લખી જણાવશે કે બ્રિટીશ ના વડાપ્રધાન બોરિસ જોનસન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારત ન આવે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે પ્રજાસત્તાક દિવસે અતિથિ તરીકે બ્રિટીશ ના વડાપ્રધાન બોરિસ જોનસન ને આમંત્રણ આપ્યું હતું. એવાં માં કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો એ બ્રિટીશ ના વડાપ્રધાન ને પત્ર લખી પ્રજાસત્તાક દિવસે ન આવવાની વિનંતી કરશે.

આ સાથે જ ખેડૂતો એ વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને વિનંતી કરશે કે જે તે દેશમાં ભારતીય રાજદૂતાવાસ ની સામે આંદોલન કરે અને અમારી મુશ્કેલી ને વર્ણવે. ભારતમાં ઘરઆંગણે ખેડૂતો ગામે ગામ ફરીને કૃષિ કાયદાના ગેરફાયદા લોકો સમક્ષ રજૂ કરશે.