khissu

દિલ્હી બોર્ડર પર હજી પણ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે, આ કારણે ચિલ્લા અને ગાજીપુર બોર્ડર ને બંધ કરવામાં આવી.

દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો નો આજે ૩૭ મો દિવસ છે હજી સુધી તેઓને જોઈએ એવું સમાધાન મળ્યું નથી અને હજી પણ તેઓ અડગ છે.


દિલ્હી બોર્ડર પર કેટલાય સમય થી કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે આજે લગભગ તેમનો ૩૭ મો દિવસ છે પણ હજી સુધી તેઓ દિલ્હી બોર્ડર પર અડગ છે. 


ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધી લગભગ ૭ બેઠકો થઈ ચૂકી છે. સાતમી બેઠક માં પણ તેઓને પૂરું સમાધાન મળી ચૂક્યું નથી હજી સરકાર વિચાર જ કરી રહી છે. આ પછી હવે આઠમી બેઠક ૪ જાન્યુઆરીના રોજ યોજવાની છે અને આ બેઠક માં પૂરો સમાધાન મળશે એવી ખેડૂતોને આશા છે અને આ જ આશા સાથે તેઓ હજી પણ દિલ્હી બોર્ડર પર અડગ છે.


ખેડૂતોના પ્રદર્શન ને કારણે ચિલ્લા અને ગાજીપુર બોર્ડર ને બંધ કરવામાં આવી છે. આ બન્ને રસ્તે થઈ લોકો આવી જઈ રહ્યા હતા પરંતુ હવે હાઇવે પુરો બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને NDA રુટ થી જવાની સલાહ આપી છે.