થોડા દિવસ પહેલા જ સરકારે Fastag વ્હિકલ ને લઈને જાહેરાત કરી હતી કે, ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી જે વ્હિકલમાં Fastag નહીં હોય તેવા વ્હિકલે ટોળનાકે થી પસાર થવા બે ગણો ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ હવે તેનો સમય વધારી દેવામાં આવ્યો છે.
૧ જાન્યુઆરી ૨૦૨૧થી દરેકના વ્હિકલમાં fastag ફરજિયાત હોવાની જાહેરાત કરાયી હતી જેનો સમયગાળો વધારીને હવે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી કરવામાં આવ્યો. ૧૫ ફેબ્રુઆરી સુધી લોકો ટોલનાકે કેશ દ્વારા પેમેન્ટ કરી શકે છે.
૧ ડિસેમ્બર ૨૦૧૭ પછીથી જે ગાડીઓ ખરીદવામાં આવી છે તેમાં Fastag પહેલાથી જ ફિટ કરેલું આવશે પરંતુ આ પહેલા જો ગાડીઓ ખરીદી હશે તો તમારે અલગ થી Fastag લગાવવું પડશે. ટુ-વ્હિકલ ને છોડી કાર, ટ્રક વગેરેમાં Fastag ફરજિયાત લગાવવું પડશે.
Fastag તમે બેન્ક પાસેથી ખરીદી શકો છો. આ માટે ૨૨ બેન્કોને જોડવામાં આવી છે. આ ૨૨ બેન્કો પૈકી કોઈપણ એક માંથી Fastag ખરીદી શકો છો. દરેક બેન્કમાં Fastag ની અલગ અલગ કિંમત હશે જે Fastag ની ફી અને સીકયોરિટી પર આધારિત છે.