FAU-G આજે લોન્ચ, લાખો લોકો રાહ જોઈ રહ્યા હતા, એવું તો શું છે આ ગેમની અંદર ?

FAU-G આજે લોન્ચ, લાખો લોકો રાહ જોઈ રહ્યા હતા, એવું તો શું છે આ ગેમની અંદર ?

શું PUBG... PUBG... PUBG કરતા તા... એટલા બધા દીવાના હતા PUBG ના ?... એક ચાઈનીઝ ગેમ બંધ કરતા લાખો દીવાના નિરાશ થઈ ગયા હતા.. પરંતુ તમે ચિંતા ના કરશો હવે આવી ગઈ છે ભારતીય ગેમ FAU-G જે PUBG કરતા ક્યાંય સારી ગેમ છે. લોકો તેને PUBG નું જ રિપ્લેસમેન્ટ માને છે પરંતુ ના મિત્રો એવું નથી આ ગેમ PUBG કરતા ક્યાંય અલગ છે. PUBG એક બેટલ ગેમ હતી જ્યારે FAU-G એક્શન ગેમ છે.


FAU-G ગેમનું એક વર્ષ પહેલાંથી જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું જેની જાહેરાત અક્ષયકુમારે કરી હતી અને જણાવ્યું હતું કે આ ગેમની ૨૦% આવક વીરોને આપવામાં આવશે. આ ગેમનું લગભગ ૪ મહિના પહેલા પ્રિ-રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું જેથી જ્યારે એપ્લિકેશન લોન્ચ થાય એટલે પ્રિ-રજીસ્ટ્રેશન કરાયેલા લોકોને નોટિફિકેશન મોકલી જાણ કરી શકે. જોકે આ પ્રિ-રજીસ્ટ્રેશન માં પણ શરૂઆતના ૨૪ કલાકમાં જ ૧૦ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું જયારે અત્યારસુધીમાં કુલ ૪૦ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું. 


એવું તો શું છે આ ગેમ માં કે લોન્ચ થયા પહેલા જ આટલા બધા લોકોએ રજીસ્ટ્રેશન કર્યું ?


FAU-G એટલે Fearless and United Guards જે એક એક્શન ગેમ છે. આ ગેમ ભારતીય કંપની nCore Games દ્વારા બનાવાઈ છે જેની જાહેરાત અક્ષયકુમારે કરી હતી. આ ગેમના સંસ્થાપક વિશાલ ગોંડલે જણાવ્યા મુજબ ગેમનું પ્રથમ લેવલ (પ્રથમ ફેઝ) ગલવાન ઘાટી ઉપર આધારિત હશે. જ્યાં ગયા વર્ષે ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક લડાઈ થઈ હતી.ગેમની આ સ્ટોરી રીયલ લાઈફ સાથે કનેક્ટ હોવાથી લાખો લોકો તેની રાહ જોઈ રહ્યા છે.


શું તમારા ડીવાઈસમાં FAU-G ગેમ ચાલશે ખરા ?


જો તમારી પાસે Android ફોન છે અને તેમાંય એન્ડ્રોઈડ ૮ અથવા તેનાથી ઉપરનું વર્ઝન હોય તો તમે આ ગેમ રમી શકશો. એન્ડ્રોઈડ ૮ થી નીચેના વર્ઝનના ફોનમાં આ ગેમ નહીં ચાલે. જોકે iOS બેઝડ iPhone અને iPads ડિવાઇસ વિશે કોઈ જાણકારી આપી નથી.