જો તમે સમાચારો ની દુનિયામાં ડૂબકી મારતા રહો છો, તો પછી પોર્ટુગલના સુપર સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો અને કોકા કોલા વચ્ચેની ઘટના વિશે જરૂર જાણતા હશો. જો તમને જાણ નથી તો જણાવી દઈએ કે પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી અને થોડીક સેકન્ડની આ ઘટનાને કારણે કોકા કોલા કંપની ને 40 હજાર કરોડનું નુકસાન થયું હતું.
આ મામલે મશહૂર બ્રાન્ડ ફેવિકોલે ટ્વીટર પર તેની મજેદાર ક્રિએટિવિટી દર્શાવતી પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. બનાવેલ આ ફોટોમાં તમામ સેટઅપ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ જેવું જ છે. ફોટોમાં તમે ખુરશી જોઈ શકો છો અને કોકો કોલા ની જગ્યાએ બે ફેવિકોલ ની બોટલ રાખવામાં આવી છે. જો કે આ ફોટોમાં સૌથી વધુ રસપ્રદ બાબત ફેવિકોલ ની ટેગલાઈન છે. જે કહે છે Na Bottal Hategi, Na Valuation Ghategi (ન તો બોટલ હટશે ન તો વેલ્યુ ઘટશે થશે). ફોટો થી સ્પષ્ટ થાય છે કે ફેવિકોલની બ્રાન્ડ ને પ્રોત્સાહન મળી રહ્યું છે અને એટલું જ નહિ પણ કોકો કોલા કંપનીને વ્યંગીત પણ કરી.
ટ્વીટર પર ફેવિકોલ ની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને ફેન્સને ફેવિકોલ કંપનીની આ શૈલી પસંદ પણ આવી છે. આ પોસ્ટ પર એક યુઝરે કૉમેન્ટ કરી હતી કે ફેવિકોલ ને તેની માર્કેટિંગ ટીમ અને ક્રિએટિવ ટીમનો પગાર વધારવો જોઈએ.
આ સિવાય એક વ્યકિત ઈન્ટરનેટ ની તાકાત વર્ણવી છે. તેમણે લખ્યું કે ખરેખર આપણે એક દિલચસ્પ તબક્કામાં જીવીએ છીએ જ્યાં સ્પોર્ટ્સ સ્ટારનાં નિવેદને સમગ્ર શેર બજાર ને હચમચાવી નાખ્યું છે.
દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલરમાના એક રોનાલ્ડો વિશે વાયરલ થઈ રહેલી આ ઘટનામાંથી કમાવવા માટે અમૂલ બ્રાન્ડ પણ પાછળ નથી. અમુલે પણ આ ઘટના સાથે સબંધિત કોન્ટેંટ બહાર પાડ્યો હતો.