લોકડાઉનને લઈને લોકોમાં ડર, ઘરે જવા લાંબી લાઈનો, શું મીની લોકડાઉન થશે ?

દેશમાં પહેલી વખત તૂટ્યો રેકોર્ડ :  દેશમાં પહેલીવાર છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૩ હજાર કેસો સામે આવ્યા છે. અગાઉ દેશમાં ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ ના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. જે ૯૭,૮૯૪ કેસ હતા. જોકે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૫૭ હજારથી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોના હાહાકાર : ગુજરાતમાં પણ કોરોનાએ રફતાર પકડી છે. આજે ગુજરાતમાં ૨૮૭૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૦૨૪ દર્દીઓ સાજા થયાં છે. આજે ૧૪ દર્દીઓના સારવાર દરમિયાન મોત થઈ ગયા છે.

વિજયરૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યા છે ત્યારે રૂપાણી સરકારે ગુજરાતના મહાનગરોમાં ૮ IAS અધિકારીઓની નિમણૂંક કરી.

દેશમાં મહામારી વધતા PM મોદીએ હાઇલેવલની બેઠક યોજી : આજે વડાપ્રધાન મોદીએ દેશમાં વધતા કોરોના સંક્રમણને રોકવા માટે હાઇલેવલની બેઠક યોજી જેમાં ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.

મુંબઈમાં લોકડાઉન થવાનો ડર, લોકો વતન જવા માટે  નીકળી પડ્યા : મહારાષ્ટ્રમાં હાલ સૌથી વધુ કોરોનાનાં કેસ આવી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિ ન સુધરી તો લોકડાઉન કરવાનો નિર્ણય લઈ લીધો છે જેથી મુંબઈમાં લોકો ડરી રહ્યા છે અને ફરીથી પેલા જેવી સ્થિતિ ન થાય તે માટે પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે. શું મહારાષ્ટ્રમાં મીની લોકડાઉન થશે ?

મિત્રો આખી માહિતી જાણવા માટે ઉપરનો વીડિયો જુઓ.