આખરે ડર હતો એ જ નિર્ણય ? શું ગુજરાતમાં ૩ દિવસનું મીની લોકડાઉન ?

ગુજરાતમાં લાગશે મીની લોકડાઉન : ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને ધ્યાને લેતાં ગુજરાત હાઇકોર્ટે મોટા નિર્દેશ આપ્યાં. ગુજરાત હાઇકોર્ટે ૩ થી ૪ દિવસનો લોકડાઉન લગાવવાનો રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. આ સાથે જ રાજકીય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવવાના આદેશો કર્યા.

હાઇકોર્ટના નિર્ણયોથી રૂપાણી સરકાર એક્શનમાં : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં વહીવટીતંત્ર સાથે બેઠક કરી હતી. વિજયભાઈ રૂપાણીએ સુરત મીડિયા સાથે વાત કરી હતી અને તેમાં લોકડાઉન વિશે આજે ગાંધીનગરમાં નિર્ણય લેવા અંગે જણાવ્યું હતું. આમ આજે સાંજે ગુજરાતમાં લોકડાઉન અંગે ફાઇનલ નિર્ણય આવી શકે છે.

લગભગ ત્રણ દિવસ લાગી શકે છે લોકડાઉન : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે તેને અંકુશમાં લેવાના બધા જ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે હવે વેપારીઓ, મેડિકલ એસોસિએશન અને હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં લોકડાઉન લાદવા માટે રાજ્ય સરકાર પર દબાણ કરી રહ્યાં છે. તેવામાં આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોર કમિટીની બેઠક યોજશે જેમાં લોકડાઉન કરવા અંગે નિર્ણય લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસ સુધી લોકડાઉન થશે : હવે આખા રાજ્યમાં લોકડાઉન થવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવાર રાત્રે ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન લાગી શકે છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક આંકડા : રાજ્યમાં પ્રથમવાર કેસોની સંખ્યા ૩ હજારને પાર પહોંચી ગઈ. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૩,૧૬૦ રેકોર્ડબ્રેક કેસો નોંધાયા. જેમાં સુરતમાં ૭, અમદાવાદમાં ૬, ભાવનગર અને વડોદરામાં ૧-૧ એમ ૧૫ લોકોના મોત થયાં.

મિત્રો, આખી માહિતી જાણવા ઉપરનો વીડિયો જુઓ.