khissu.com@gmail.com

khissu

1લી ફેબ્રુઆરી 2024: નવા મહિના સાથે નવા 18 નિયમો અને ફેરફાર લાગુ પડશે, ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો

પહેલી ફેબ્રુઆરી 2024, નવા મહિનાની સાથે નવા ફેરફારો નિયમો અને ફાયદા થશે તેમની માહિતી આ લેખમાં આપણે જાણીશું.

1) જો તમે કોઈને તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તો 1 ફેબ્રુઆરીથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા બેંક ખાતામાં 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે ફક્ત લાભાર્થીનો ફોન નંબર અને એકાઉન્ટ નંબર ઉમેરવાનો રહેશે.

2) ગૂગલ બલ્ક ઈમેલ મોકલવા માટેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ અંતર્ગત હવે એકસાથે 5000 મેઈલ મોકલી શકાશે નહીં.

3) રેશનકાર્ડ ધારકો ની લોટરી લાગશે. ફેબ્રુઆરી મહિનાથી રાજ્યની તમામ રેશનની દુકાનો દ્વારા ઘઉં અને ચોખાની સાથે બાજરી પણ મફતમાં આપવાનો નિર્ણય લીધો છે.

4) ફેબ્રુઆરી મહિનામાં, રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો રાશનકાર્ડના નવીકરણ નું અભિયાન શરૂ કરવામાં આવશે.

5) અયોગ્ય ઉમેદવારોની ઓળખ થઈ ન હોવાથી પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગુઠો લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે.

6) રાજ્યભરમાં એક તરફ પુરવઠા વિભાગ દ્વારા સાયલન્ટ રેશની કાર્ડ ફરી શરુ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ સતત સાયલન્ટ કાર્ડની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા એક તરફ સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ફરી શરુ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. પરંતુ સાથોસાથ તંત્ર દ્વારા ત્રણ મહિનાથી વધુ સમયથી અનાજ નહીં લેતા રેશન કાર્ડ ધારકોના કાર્ડ સાયલન્ટ કરવામાં આવી રહ્યા છે.

7) ફેબ્રુઆરીનો (February ) નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. તેથી, જો બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તમારે તેને તરત જ પૂર્ણ કરવું પડશે, કારણ કે ફેબ્રુઆરીમાં લગભગ 11 દિવસ બેંકોમાં રજાઓ રહેશે.

8) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને ડવે 6 ની જગ્યાએ 9000 હજાર રૂપિયા મળી શકે છે અને ફેબ્રુઆરી મહિનામાં 2000 નો હપ્તો પણ આવી શકે છે. જો બજેટ અને ચૂંટણી ની અસર વર્તાશે તો.

9) ગાંધીનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે, વર્ષ 2024-25 માટે ખરીફ પાકના ભાવ નક્કી થશે. હવે એ સમય આવ્યો છે કે જ્યારે રાજ્ય સરકાર તરફથી ખરીફ પાક માટે ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

10) પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના, 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પ્રદાન કરશે. આ મહિને ફોર્મ ચાલુ થઈ શકે.

11) નાના ખેડૂતો માટે કેન્દ્રીય સડકાર મંત્રી અમિત શાઽ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો અને સડકારી મંડળીઓના રજીસ્ટ્રાર માટે કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેક્ટ ફેબ્રુઆરી માં શરૂ કરશે.

12) મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. માર્ચ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.

13) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 12 જાન્યુઆરીએ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શન ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમ હેઠળ NPS ખાતાધારકો તેમના પેન્શન ખાતાના યોગદાનના 25% સુધી ઉપાડી શકે છે.

14) એલપીજીના ભાવ પણ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. નવા વર્ષના પડેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ 14 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા છે કે આ વખતે પણ તેમાં ફેરફાર થઈ શકે છે.

15) ફેબ્રુઆરી મહિનામાં કડકડતી ઠંડી ની આગાડી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ 5 ફેબ્રુઆરી પછી ભારે ઠંડી ની આગાહી કરવામાં આવી છે.

16) મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાના બજેટમાં લોકોને ઘણી અને ખાસ કરીને જીવનરક્ષક સસ્તી દવાઓની ભેટ આપશે. અને દવાઓ સસ્તી થસે.

17) કેન્દ્રની મોદી સરકારે મહિલા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં બદલાવ કર્યો છે. 

મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન માટે હકદાર બનાવી શકશે. એટલે કે સરકારી મહિલા કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના પતિને બદલે પુત્ર અને પુત્રીઓને નોમિનેટ કરી શકશે.

18) મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. માર્ચ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.