વાહ રે વાહ, ફિલ્મોની કહાની રીયલ લાઈફમાં બનશે, નાયક ફિલ્મની જેમ બનશે એક દિવસની મુખ્યમંત્રી

વાહ રે વાહ, ફિલ્મોની કહાની રીયલ લાઈફમાં બનશે, નાયક ફિલ્મની જેમ બનશે એક દિવસની મુખ્યમંત્રી

તમે બધાએ નાયક ફિલ્મ જોયું જ હશે જેમાં એક ન્યૂઝ કેમેરામેન ને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવ્યો હતો જોકે તે એક ફિલ્મ હતું અને આ ફિલ્મ જોઈને લોકો કહેતા કે રિયલમાં આવું બને તો ? ખરેખર આશ્વર્ય થવા જેવું છે. તો તમે પણ ચોંકી જાવ કેમકે ખરેખર રીયલ લાઈફ માં આવું બન્યું છે.


જી હા મિત્રો, ઉત્તરાખંડ માં આજ ૨૪ જાન્યુઆરીના રોજ એક દિવસ માટે હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામીને મુખ્યમંત્રી નું પદ સોંપ્યું. જેમાં તે બાલ વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી તરીકે સરકારના અલગ અલગ વિભાગો ના કાર્યોનો બહાર સાંભળશે. જેમાં અધિકારીઓ પોતાના કામો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરશે અને સૃષ્ટિ ગોસ્વામી તેને સુઝાવ આપશે.


૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ છે અને આ દિવસ નિમિત્તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે એક દિવસીય મુખ્યમંત્રી તરીકે સૃષ્ટિ ગોસ્વામીની નિમણૂક કરી. જોકે આ પાછળ તેનો હેતુ છોકરીઓ ના સશક્તિકરણ ને લઈને જાગરૂકતા મેળવવાનો છે.


સૃષ્ટિ ગોસ્વામી હરિદ્વારના દોલતપુર ગામની રહેવાસી છે અમે તે રૂરકી બીએસએમ પીજી કોલેજમાંથી બીએસસી એગ્રીકલ્ચરમાં ૭માં સેમેસ્ટરની વિદ્યાર્થીની છે. તેણે મુખ્યમંત્રી બનવાની ખુશી સોશિયલ મીડિયામાં શેર કરી છે.