શાળા ખોલવાનો ફાઇનલ નિર્ણય જાહેર: 11 જાન્યુઆરી થી ચાલુ, જાણો ક્યાં-ક્યાં ધોરણ? પરીક્ષા?

શાળા ખોલવાનો ફાઇનલ નિર્ણય જાહેર: 11 જાન્યુઆરી થી ચાલુ, જાણો ક્યાં-ક્યાં ધોરણ? પરીક્ષા?

નમસ્કાર મિત્રો... 


ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવા માટે નો ફાઇનલ નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો છે.


1) 11 જાન્યુઆરી થી શાળા-કૉલેજ ખુલશે. 

2) 1 થી 8 માટે માંસ પ્રમોશન નિર્ણય બાકી. 

3) જેટલું ભણાવવામાં આવશે તેમાંથી જ પરીક્ષા યોજાશે. 



નિર્ણય મુજબ ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ચાલુ કરવામાં આવશે. સાથે પી.જી અને છેલ્લાં વર્ષનાં  કોલેજ ના વર્ગો પણ ચાલુ કરવામાં આવશે. 


૧૧ જાન્યુઆરી થી ગુજરાતના તમામ બોર્ડ, સરકારી અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગ ચાલુ કરવામાં આવશે. 


શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન નો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. 


કોરોના વાયરસ ની કપરી પરિસ્થિતિમાં શાળા ખોલવા માટેનો ફરી એક વખત ફાઇનલ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારની શાળા ખોલવા માટેની ગાઈડલાઈન્સ છે એમનું પાલન ગુજરાત સરકારે અને શાળાઓએ કરવું પડશે.


શાળા ખુલ્યા બાદ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી એટલે વિદ્યાર્થીઓએ આવવું કે ના આવવું એ વિદ્યાર્થી ઉપર રહેશે. અને વાલી નાં સમંતિ પત્ર ની પણ જરૂર નહીં પડે. 


સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જેટલું ભણાવવામાં આવશે એમાંથી જ પરીક્ષા યોજવામાં આવશે. 


આ પહેલાં ગુજરાત સરકારે ૨૩ નવેમ્બરે શાળા ખોલવા માટે નો નિર્ણય જાહેર કર્યો હતો પરંતુ કોરોના ની પરિસ્થિતિ ગુજરાતમાં બગડવાને કારણે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ હાલ ફરી ૧૧ જાન્યુઆરીથી શાળા-કોલેજ ખોલવા માટે નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.