આવતીકાલે હોળી ધુળેટી ઉજવાતા પહેલા જાણી લો, નહીંતર થશે દંડ, હોળી શુભ મુહૂર્ત સમય જાણો

હોળી અને ધૂળેટીની ઉજવણીને લઈને સરકારે કરી ગાઈડલાઈન જાહેર : સરકારે મર્યાદિત લોકો સાથે હોળી પ્રગટાવવાની છૂટ આપી છે તો ધુળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે આ અંગે સરાકરે ગાઈડલાઈન જારી કરી છે. જેનો અમલ લોકોએ કરવાનો રહેશે.

- તમામ ક્લબો સદનતર બંધ રહેશે.

- તમામ સરકારી તેમજ ખાનગી સ્વિમિંગપુલ બંધ રહેશે.

- જાહેર રસ્તાઓ પર હોળી નહીં રમી શકાય અને ટોળું વળીને હોળી નિમિતે પૈસા પણ નહીં ઉઘરાવી શકાય.

- મોટી સોસાયટી તથા બંગાળાઓમાં ટોળા વળીને પાણી કે કલર વડે હોળી રમવા પર પ્રતિબંધ છે.

- તમામ પાર્ટીપ્લોટ અને સમાજની વાડીમાં ધૂળેટીની ઉજવણી બંધ રહેશે.

- મોટા મંદિરો અને હવેલીમાં ફૂલ અને રંગોથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે.

આ સિવાય હોળીના મહત્વ વિશે તેમજ આ વર્ષે હોળીના શુભ મુહૂર્ત વિશે જાણવા ઉપરનો વીડિયો જોઈ શકો છો.