નમસ્તે મિત્રો...
રેશનકાર્ડ એટલે ' સરકારે નક્કી કરેલી ગરીબી રેખાનું કાર્ડ'
જે વ્યક્તિ પાસે રેશનકાર્ડ છે એમને ગુજરાત સરકાર દ્વારા અનાજ સાથે બીજી સહાય આપવામાં આવે છે.
શું છે નવી જાહેરાત?
ગુજરાત સરકારે જાહેરાત કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રેશનકાર્ડ ધારકોને તુવેર દાળ નો જથ્થો પણ આપવામાં આવશે.
જેમની માટે ગુજરાત સરકારે રૂપિયા 287 કરોડ ની ફાળવણી કરી છે.
કેન્દ્ર સરકાર જાન્યુઆરી મહિનાનાાં અંત સુધીમાં તુવેર દાળનો જથ્થો ગુજરાત સરકાર ને આપશે ત્યારબાદ ગુજરાત સરકાર રેશનકાર્ડ ધારકોને તુવેર દાળ આપશે. એટલે ફેબ્રુઆરી મહિનાથી રેશનકાર્ડ ધારકોને તુવેર દાળ નો જથ્થો પણ મળશે.
one nation one reshan યોજના અંતર્ગત પણ આ અનાજ મેળવી શકશો.
જાન્યુઆરી મહિનામાં શું-શું મળશે?
ગુજરાત સરકાર દ્વારા એન.એફ.એસ.એ નાં રેશનકાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે જે અનાજ નું વિતરણ જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ઉપલબ્ધ થતો જશે એવી રીતે અનાજનું વિતરણ તમારા વિસ્તારમાં ચાલુ થઇ જશે.
આપને જાણ કરી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકારનું મફત અનાજ મળતું હતું એ અનાજ આ મહિનાથી એટલે જાન્યુઆરી મહિનાથી આપને નહીં મળે, માત્ર ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ જ મળશે અને આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તુવેર દાળ નો જથ્થો પણ મળી શકે છે. સાથે જાન્યુઆરી મહિનામાં બીપીએલ રેશનકાર્ડ ધારકો આવાસ માટેના ફોર્મ પણ ભરી શકશે.
માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા ધારા-ધોરણો મુજબ ગુજરાતના જે વ્યક્તિઓએ અનાજ મેળવવા માટેના ફોર્મ ભરેલા છે તેઓને જાન્યુઆરી મહિનામાં પણ ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ આપવામાં આવશે. હાલ માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા રાજ્યમાં ચાલુ છે.