નમસ્તે મિત્રો, આજે 9 September 2020 અને બુધવારનાં રોજ મારી એપ્લિકેશન અને વેબસાઈટની પ્રથમ પોસ્ટ લખવાની શરૂઆત કરું છું.
'' બોલો શ્રી ગણેશાય નમ: "
પહેલાં થોડી મારી ઓળખ બતાવી આપું ત્યાર પછી મૂળ મુદ્દા પર આવીએ :
નામ :- રાહુલ ધીરુભાઈ ચૌહાણ ( ફોઈ અને કુટુંબ ના લોકોએ રાખેલ અને ઉર્ફે નામ 'રખડેલ' મારી પહેચાન માટે મેં રાખેલ.
Qualifications:- હજી તો મને પણ જાણ નથી, Your Education Is Worthy Only If You Use It For Needy.
Cast:- ગુજરાતી. ( જણાવી દવ કે ગુજરાત માં 2 જ જાતિ છે ગુજરાતી અને નોન ગુજરાતી )
કેટલી ભાષા જાણું છું:- એક પણ નહીં ( Proper ગુજરાતી આવડતી નથી અને English આવડે એવા ડોળ કરું છું, બાકી GujLish અને હિન્દીમાં લડી લઈએ )
હાલ શું કરું છું:- YouTube તો તમે જાણતાં જ હશો ( તોડ-મચોડ કરતાં ચલાવુ છું ) અને પપ્પાને ખેતી છે તો બીજો કોઈ રસ્તો જ નથી.
આ બધી માહિતી જણાવવાનું કારણ:- આગામી દિવસોમાં તમારી દરેક ફરિયાદો કરવા માટેનો માણસ / કોઈ ને ગાળો આપવી હોય તો / કોઈ ને ખોટો સાબિત કરવો હોય તો / અને કોઈને.... ( હાં... બસ એટલે જ તમે જે સમજ્યાં તે જ )
હવે, મૂળ મુદા પર આવીએ બાકી આ ઓળખાણમાં જ આખી જિંદગી જતી રહે છે.
મેં YouTube પર ચેનલ ચાલુ કરી એમને આજે 1 વર્ષ જેવો સમય થઈ ચૂક્યો છે અને મારો ટાર્ગેટ હતો કે 1 વર્ષ માં 500k subscribers પૂર્ણ કરું (Gujrat માં અને એ પણ ગુજરાતી ભાષા માં થોડું અઘરું તો હતું જ) પણ તમારા લોકો ના સપોર્ટથી આ ટાર્ગેટ 2 મહિના અગાઉ પૂર્ણ થઈ ગયો.
જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે પૈસા કમાવા અને Subscribers વધારવા અને નામ બનાવવા સિવાઈ બીજો કોઈ હેતુ ન હતો, પરંતુ એકાદ-બે વિડિયો વાયરલ થયા અને તમારી કોમેન્ટો આવી પછી લોકો ની વ્યથા સાથે કનેક્શન થયુ અને ત્યારથી મારી અને ગુજરાતી તરીકે મારી માણસાઈ ની શરૂઆત થઈ,અને ત્યાર પછી લોક ઉપયોગી અને લોકહિત ના વિડિયો અપલોડ કરવાનું ચાલુ કર્યું હતું.
વિડિયો થી ખુબજ પ્રેમ મળ્યો લાખો માં વિડિયો જોવાવાં લાગ્યાં facebook, instagram, hello, બધે લાખો માં વ્યૂ જ આવતા એ બીજા પ્લેટફોર્મની જાણ મને મારા મિત્રો દ્વારા થતી એ લોકો screenshot મોકલતા અને હઝારો લોકોના પ્રશ્નો આવવા લાગ્યા ત્યાર પછી બીજો કોઈ વિકલ્પ ન હતો આને જ બેસ્ટ બનાવાનો નિર્ણય કરી લીધો અને ચેનલે 500k subcriber પૂરા કર્યા.
મારી 0k થી 500k સુધીની સફર ની માહિતી હજી તમે ના વાંચી હોય તો પેલા એ વાંચી લો એટલે આ Article વધારે સમજાશે.
આ સાથે Facebook messenger, instagram messenger, Helo (હાલ જ બંધ છે તેમાં) Youtube માં અને Gmail માં હઝારો માં મેસેજ આવતા હતા અને હજી પણ આવે છે,જેમાં દરેક જગ્યા પર બધા લોકો ને જવાબ આપવા માટે વધારે સમય બગડતો ( ઘણી વખત એવું બનતું કે એક જ પ્રશ્ન બે વ્યક્તિના હોય પરંતુ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર થી પૂછવામા આવતાં, તો અહીંયા તમારા એક સરખા પ્રશ્ન નહીં થાઈ અને થસે તો પણ જવાબ મળી જશે કેમ કે Team Rakhdel અહીંયા ઉપલબ્ધ હશે ) આ બધી માહિતી એક Youtube ના પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડી શકાતી નથી એટલે આ www.Khissu.com વેબસાઈટ અને khissu એપ્લિકેશન ઉપલબ્ધ કરાવી છે.
Khissu એપ્લિકેશનમાં તમને તમારી જરૂરી દરેક માહિતી મળી જશે અને તે માહિતી તમે વિડિયો ના માધ્યમથી, વાંચીને અથવા ફોટા સહિત પણ સમજી શકશો અને એપ્લિકેશનમાં તમને Official જાહેરાત ની PDF પણ સરળતાથી મળી જશે.
" Khissu '' એપ્લિકેશન માં તમને 8+ કેટેગરી મળશે જેમાં દરેક વાચકો માટે ખાસ માહિતી હશે, જેવી કે ગુજરાતનાં, ભારતનાં અને આંતરરાષ્ટ્રીય Trending લોક ઉપયોગી 'સમાચાર' , ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દરેક યોજનાની સંપૂર્ણ માહિતી 'યોજનાઓ' માં , ખેડૂતો માટે સ્પેશિયલ માહિતી 'કૃષિવલ' માં, વાંચકો માટે ખાસ લેખનની કલમ 'શબ્દો ના મોતી' જેમાં પ્રેરણાત્મક લેખ હશે ત્યાર પછી નવું નવું જાણવાની અપેક્ષા રાખવા વાળા લોકો માટે 'જાણવા-જેવું' 'અજબ-ગજબ' અને 'તથ્યો' ની કેટેગરી પણ હશે અને 'મનોરંજન' મેળવવા માગતા લોકો માટે મનોરંજન ની કેટેગરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને જે વિદ્યાર્થીમિત્રો કોમ્પિટેટીવ એક્ઝામ ની તૈયારી કરે છે એમની માટે આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી બને એવા અમારા પ્રયાસો હશે. જે અંતર્ગત અમે બધું કરંટ અફેર કવર કરવાનો પ્રયાસ કરશું. સાથે તમારી આવતી કોમેન્ટ ના જવાબો પણ કોમેન્ટ બોક્સમાં અમારી ટીમ રખડેલ દ્વારા આપવામાં આવશે. અને specialy તમારી વ્યથાનું સોલ્યુસન માટે તમારો મિત્ર રખડેલ અહિયાં 24*7 હાજર છે. અને અમને આશા છે કે તમે જે રીતે ખિસ્સું Youtube ચેનલમાં સપોર્ટ કર્યો, સાથ આપ્યો એવી જ રીતે આ એપ્લિકેશન અને વેબસાઈટમાં પણ આપશો અને અમે તમને વિશ્વાસ અપાવીને કહીએ કે khissu યુટ્યુબ ચેનલ પર સાચી, સચોટ અને સૌથી પહેલાં માહિતી આપતાં તે જ રીતે અહીંયાં આપીશું.
બસ જરૂર પડશે તો તમારા સાથ ની એક ગુજરાતીની. હવે તમારા પ્રતિભાવો નીચે Comment બોક્સ માં જણાવતા જજો કે કેવી લાગી વેબસાઈટ અને એપ્લિકેશન ? આગળ શું આશા રાખો છો ? ક્યાં Topic પર વિડિયો જોવે? વગેરે...