khissu

લોકડાઉન કર્ફ્યુ દરમિયાન શિક્ષણ વિભાગના પાંચ મોટા નિર્ણયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને આ વધતા જતા કોરોના નાં કેસને લઈને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પાંચ મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે

1) GTU પરીક્ષા મોકૂફ: 
રાજ્યમાં કોરોના વકરતા જીટીયુએ ૧૦મી ડિસેમ્બર થી ચાલુ થતી પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખેલ છે, હવે ફરી નવું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવશે ત્યાર બાદ પરીક્ષા યોજાશે. 
2) ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ: 
ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા 8 મી ડીસેમ્બર થી ચાલુ થવાની હતી અને બીજા તબક્કાની પરીક્ષા 17 મી ચાલુ થવાની હતી આ બંને પરિક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે.

3) ઓનલાઇન શાળા શિક્ષણ :
શાળા સંચાલકોએ નવો નિર્ણય જાહેર કર્યો છે જે અંતર્ગત 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ ની ફી ભરવી પડશે, જે વાલીઓ 15 ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરે એમના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં નહીં આવે, અથવા તો વાલીઓએ ફી ન ભરવા માટેનું યોગ્ય કારણ જણાવવું પડશે એટલે કે શિક્ષકો ને મળવું પડશે.

4) ધોરણ - 10 અને 12:
ગુજરાત શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા સમયસર યોજાશે અને જાન્યુઆરી મહિનામાં બોર્ડના પરીક્ષાના ફોર્મ પણ ભરાશે અને મે મહિનામાં એમની પરીક્ષા યોજાશે, એટલે કે ધોરણ 10 અને 12નું શૈક્ષણિક વર્ષ આ વર્ષે નહીં બગડે.

5) માસ પ્રમોશન :
ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી સિવાયના દરેક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે એવી અફવાએ જોર પકડ્યું હતું ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમનું ખંડન કરતાં જણાવ્યું છે કે સરકારે હજી માસ પ્રમોશન ની કોઈ વિચારણા કરી નથીી એટલે આગામી દિવસોમાં બીજા નિર્ણયો આવી શકે છે.