khissu

નોટબંધીનાં પાંચ વર્ષ પુરા: જાણો રોકડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં કેટલો બદલાવ આવ્યો? બજારમાં નોટો ફરી વધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કર્યાને પાંચ વર્ષ થઈ ગયા છે. 8 નવેમ્બર, 2016 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી, ત્યારબાદ તે જ દિવસે મધ્યરાત્રિથી 500 અને 1000 ની નોટો ચલણમાંથી દૂર કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે નોટબંધી પછી આ પાંચ વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે?

આંકડાઓ પર નજર કરીએ તો નોટબંધીના પાંચ વર્ષ પછી પણ દેશમાં ચલણી નોટોનું ચલણ વધી રહ્યું છે.  જો કે તેની સાથે ડિજિટલ પેમેન્ટ પણ ઝડપથી વધી રહ્યું છે અને લોકો કેશલેસ પેમેન્ટ મોડ અપનાવી રહ્યા છે.

નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી હતી. થોડા દિવસો બાદ સરકારે 2000 રૂપિયાની 500ની નવી નોટ બહાર પાડી.  બાદમાં 200 રૂપિયાની નોટ પણ લાવવામાં આવી હતી.

નોટબંધી બાદ આગામી કેટલાક મહિનાઓ સુધી દેશમાં ગભરાટનું વાતાવરણ હતું.  જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી કાળું નાણું ખતમ થશે અને રોકડનું ચલણ ઘટશે.

ચલણમાં રહેલી કુલ નોટોની કિંમત 17.74 લાખ કરોડ રૂપિયા હતી. પરંતુ આ વર્ષે 29 ઓક્ટોબર (2021)ના રોજ તે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઇ છે.  એટલે કે, નોટબંધી બાદથી મૂલ્યના સંદર્ભમાં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ 64 ટકાનો વધારો થયો છે.

છેલ્લા એક વર્ષની સરખામણીમાં 30 ઓક્ટોબર 2020ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે, કોરોના સમયગાળા દરમિયાન છેલ્લા એક વર્ષમાં નોટોનું સરક્યુલેશન લગભગ 8.5 ટકા વધ્યું છે.

31 માર્ચ, 2021ના આંકડા અનુસાર, દેશમાં ચલણમાં રહેલી કુલ નોટોના મૂલ્યમાં રૂ. 500 અને રૂ. 2,000ની નોટોનો હિસ્સો 85.7 ટકા છે.  જો કે, એ પણ સાચું છે કે 2019-20 અને 2020-21 દરમિયાન રૂ. 2,000ની નવી નોટો છાપવામાં આવી નથી.

ખાસ કરીને પાછલા નાણાકીય વર્ષ 2020-21માં ચલણી નોટોના સર્ક્યુલેશનમાં નોંધપાત્ર વધારો થયો છે.  તેનું કારણ એ છે કે કોવિડ કટોકટી દરમિયાન, ઘણા લોકોએ સતર્ક રહીને ઘણી બધી રોકડ કાઢી લીધી હતી જેથી આગળ કોઈ મુશ્કેલી ન પડે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે: ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે.  ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસે તમામ રીતે ડિજિટલ પેમેન્ટમાં વધારો કર્યો છે.  યુપીઆઈની શરૂઆત પણ વર્ષ 2016માં કરવામાં આવી હતી.  ઓક્ટોબર 2021 માં, આના પરિણામે લગભગ રૂ. 7.71 લાખ કરોડના ટ્રાન્જેક્શન થયા. આ મહિને આંકડા જોઈએ તો કુલ 421 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

નોટબંધીની તાત્કાલિક અસર થઈ:  નોટબંધીને કારણે રોકડની અછત હતી.  4 નવેમ્બર 2016ના રોજ દેશમાં ચલણી નોટોનું સર્ક્યુલેશન 17.97 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું. નોટબંધી પછી, 25 નવેમ્બર, 2016 ના રોજ, તે ઘટીને 9.11 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું.  નવેમ્બર 2016માં રૂ.500 અને રૂ.1,000ની નોટો પાછી ખેંચી લીધા પછી, લોકો પાસેનું ચલણ, જે 4 નવેમ્બર, 2016ના રોજ રૂ. 17.97 લાખ કરોડ હતું, તે જાન્યુઆરી 2017માં ઘટીને રૂ. 7.8 લાખ કરોડ થયું હતું.