khissu

જો પોલીસી ધારકોએ LICના શેર લેવા હશે તો કરવું પડશે આ કામ

ભારત સરકાર ટૂંક સમયમાં દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનો આઈપીઓ લઈને આવી રહી છે. હવે એવામાં તમે પણ આઈપીઓમાં રોકાણ કરવા માગતા હોય તો કેટલીક વાતો જાણી લેવી તમારે માટે જરૂરી છે. જો તમારી પાસે પણ એલઆઈસી પોલિસી છે અને તમે પણ એલઆઈસી આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો વિલંબ કર્યા વિના તમારી પોલિસીને પાન કાર્ડ સાથે લિંક કરવી પડશે, નહીં તો તમને એલઆઈસી આઈપીઓ લેવામાં મુશ્કેલી પડશે.

જો તમે આઈપીઓમાં છો, જો તમે રિઝર્વેરેશન ઈચ્છો છો, તો તમારે 28 ફેબ્રુઆરી પહેલા તમારી LIC પોલિસીને PAN કાર્ડ સાથે લિંક કરવી પડશે. જો તમે આમ નહીં કરો તો તમને LICના IPOમાં રિઝર્વેશનની તક નહીં મળે. IPOમાં પોલિસીધારકોને જે સુવિધાઓ મળવાની છે તે તમને નહીં મળે.

આ અંગે વિગતે વાત કરીએ તો, LIC પોલિસીધારકો માટે મહત્વના સમાચાર છે. ટૂંક સમયમાં LIC તેનો IPO લાવવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે LICનો IPO માર્ચ 2022માં લિસ્ટ થશે. LIC IPOમાં, પોલિસીધારકોને આરક્ષણ મળશે, એટલે કે, પોલિસીધારકોને સામાન્ય કરતાં IPO મળવાની શક્યતા વધુ છે. પરંતુ જો તમે LIC IPO માં રિઝર્વેશન ઇચ્છતા હોવ તો તેમની પાસે બે વસ્તુઓ હોવી જરૂરી છે.

પોલિસીધારકો માટે મહત્વની બાબતો
જેમા LIC IPO માં આરક્ષણ માટે, તમારે LIC પોર્ટલ પર PAN અપડેટ કરવાની અને ડીમેટ ખાતું હોવું જરૂરી છે. LIC IPO દ્વારા તેનો પાંચ ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. આ માટે તે 31 કરોડ 62 લાખ 49 હજાર 885 શેર વેચશે. તેમાંથી 10 ટકા એટલે કે લગભગ 3.16 કરોડ શેર LIC પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. એટલે કે, જો તમારી પાસે LIC પોલિસી છે, તો તમારા શેરની ફાળવણીની શક્યતા વધી જશે, પરંતુ આ માટે તમારે તમારા PANને તેની સાથે લિંક કરવું જરૂરી છે.

LIC પોર્ટલ પર પાન કાર્ડ કેવી રીતે લિંક કરવું
LIC પોર્ટલ પર પાન કાર્ડને લિંક કરવા માટે, LICની વેબસાઇટ પર જાઓ અને ઈમેઈલ આઈડી, પાન, મોબાઈલ નંબર, જન્મ તારીખ, પોલિસી નંબર અને કેપ્ચા ભરો. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને ભરો અને સબમિટ કરો. આ પછી તમને રજીસ્ટ્રેશનનો મેસેજ મળશે.