આપણો દેશ જ્યારથી સ્વતંત્ર થયો ત્યારથી આજ સુધી બધી જ કામગીરી કાગળ પર કરવામાં આવી રહી છે જેમાં દેરક નાના મોટા કામનો સમાવેશ થાય છે પરંતુ હવે ધીરે ધીરે આપણો દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તેવામાં ઘણા કામ હવે પેપરલેસ થઈ ચૂક્યા છે અને હવે પહેલીવાર આપણા દેશનું બજેટ પણ પેપરલેસ રજૂ થશે.
જી હા મિત્રો, આપણા દેશનું બજેટ ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે જે બે તબક્કામાં યોજાશે. કોવિડ 19 ને કારણે આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે.
અત્યારસુધીમાં પ્રથમ વખત આવુ થવા જઈ રહ્યું છે. આ વખતે કોઈપણ પ્રકારની પ્રિન્ટ કાઢવામાં નહીં આવે. દરેક સાંસદોને બજેટની સોફ્ટ કોપી આપવામાં આવશે. જોકે નાણાંમંત્રી નિર્મલાસીતારમણ વર્ષ ૨૦૨૦-૨૧ નું બજેટ સંસદમાં રજૂ કરશે જે સંપૂર્ણ પેપરલેસ હશે.
અત્યારસુધી બજેટ રજૂ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી જાણે તહેવાર હોય તેમ તેના કામકાજ માં લાગી જવું પડતું. દર વર્ષે ૧૦૦ જેટલા કર્મચારીઓને લગભગ ૧૫ દિવસ સુધી નાણાં મંત્રાલયની ઓફીસમાં બંધ રહીને બજેટ છાપવામાં આવતું હતું.
જોકે સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી ૮ એપ્રિલ સુધી ચાલશે. સંપૂર્ણ બજેટ બે તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી રહેશે.