khissu

8 મોટી માહિતી: ફ્રી ડાયાલિસિસ સારવાર, પશુપાલકો માઠાં સમાચાર, ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ, ઈન્ટરનેટ વગર ટ્રાન્જેક્શન વગેરે

ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ: કોરોના કાળમાં બંધ રખાયેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આગામી 27 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાબેતા મુજબ શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ તમામ એરલાઈન્સ 27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ કરી શકશે.

પશુપાલકો ખરાબ સમાચાર: રાજ્યના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ હવે અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવ 135 જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો, આગામી 11 માર્ચથી થશે નવો વધારો લાગુ થશે જેની સીધી અસર પશુપાલકોને પડશે.

પાર્કિંગ પોલિસી મંજુર: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલી પાર્કીગ પોલીસીને સરકારે મંજુરી આપી દીધી છે. આ પોલિસી અમલમાં આવતા જ નિયત કરેલા પાર્કિંગ સ્ટેન્ડ પર જ વાહનો પાર્ક કરી શકાશે. ફૂટપાથ કે જાહેર રોડ પર વાહનો પાર્ક નહીં કરી શકાય અને જો નિયમોનું ઉલ્લંધન થશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ટ્રાફિક સેલની બેઠક બાદ જાણકારી મળી રહી છે.

ડાકોર મંદિરનો સમય બદલાયો: ડાકોરના રાજા રણછોડ રાયજી મંદિર ખાતે ફાગણી પૂનમે ભક્તો ઉમટી પડે છે. ત્યારે આ વખતે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો અને ફેરફાર કરાયા છે. 18 માર્ચે રણછોડરાયજી મહારાજના દર્શનનો નવો સમય નક્કી કરાયો છે. જે મુજબ સવારે 3:45 કલાકે નિજમંદિર ખુલશે. 4:00 કલાકે મંગળા આરતી થશે. 4:05થી 8:30 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. બાદમાં અન્ય કાર્યક્રમો યોજાશે.

હવે ઈન્ટરનેટ વગર ટ્રાન્જેક્શન: દેશના 40 કરોડ ફીચર ફોન યુઝર્સ માટે સારા સમાચાર છે. હવે ફીચર ફોન યુઝર્સ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે. RBIએ આ માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ સુવિધાથી યુઝર ખૂબ ઓછી રકમની ચૂકવણી પણ સરળતાથી કરી શકશે. ઉપરાંત RBIએ ડિજિટલ પેમેન્ટ માટે 24*7 હેલ્પલાઇન નંબર પણ લોન્ચ કર્યો છે.

મસાલાના ભાવ વધ્યાં: ખાદ્યતેલ અને દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે મસાલાના ભાવમાં વધારો થયો છે. 2021ની સરખામણીમાં આ વર્ષે મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલના સમયમાં હળદર, મરચું, ધાણાજીરૂ, સહિતની મરી મસાલાની સિઝન હોય છે. જોકે વેપારીઓનું કહેવું છે કે આ વખતે મસાલા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેથી આ ભાવ વધારો થયો છે.

હવે ફ્રીમાં ડાયાલિસિસ સારવાર: રાજ્યના ડાયાલિસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા 'વન ગુજરાત વન ડાયાલિસિસ' યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં ક્યાંય પણ દર્દીઓને ફ્રી ડાયાલિસિસ કરી આપવામાં આવશે. IKRDCના ડિરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું કે ગુજરાતમાં રોજ 6500 જેટલા દર્દી ડાયાલીસીસ કરાવે છે.

આવસના ફ્લેટમાં 6લાખ ઘટ્યા: કોરોનાએ લોકોના રોજગાર ધંધા પર માઠી અસર કરી છે .જેની અસર રાજકોટમાં PM આવાસ યોજનામાં પણ જોવા મળી છે અને મકાનોનું વેચાણ ઓછુ થયું છે. પરિણામે RMCએ આવાસ યોજના અંતર્ગત બનેલા ફ્લેટની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે PM આવાસ ફ્લેટના ભાવ 6 લાખ સુધી ઘટાડવામાં આવશે ઉપરાંત જે લોકોએ જૂના ભાવે ફ્લેટ ખરીદ્યા છે તેને બાકી નીકળતાં નાણાં પરત આપવામાં આવશે.