હવે ૧ એપ્રિલથી સ્ટીલની સાથોસાથ ઘર અને ગાડીઓ પણ મોંઘી થવાના એંધાણ: જાણો કઈ કઈ વસ્તુઓના ભાવમાં વધારો થશે?

હવે ૧ એપ્રિલથી સ્ટીલની સાથોસાથ ઘર અને ગાડીઓ પણ મોંઘી થવાના એંધાણ: જાણો કઈ કઈ વસ્તુઓના ભાવમાં વધારો થશે?

ભારતીય બજારમાં હવે સ્ટીલના ભાવોમાં વધારો થવાનો છે. જે.એસ.ડબલ્યુ સ્ટીલ, જે.એસ.પી.એલ સ્ટીલ, ટાટા સ્ટીલ માં 4000 પ્રતિ ટન રૂપિયાનો નો વધારો થવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટીલ ના ભાવોમાં વધારો થશે તેવો નિર્ણય લેવાયો નથી, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેમાં માં ભાવ વધતા દેખાય રહ્યા છે, જેથી 1 એપ્રિલ થી લોકલ બજારોમાં સ્ટીલના ભાવ વધી શકે છે. ગયા વર્ષે 2500 રૂપિયા પ્રતિ ટન ભાવ વધ્યા હતા, ત્યાર બાદ ભાવમાં દોઢ હજાર રૂપિયા નો વધારો થયો હતો.

ચીનમાં સૌથી વધુ સ્ટીલ વપરાશ ના કારણે માર્કેટમાં સ્ટીલના ભાવ વધ્યા છે. 

સ્ટીલના ભાવમાં વધારો યથાવત્ જોવા મળશે, કારણ કે દુનિયા ભરમાં જેટલું સ્ટીલનું ઉત્પાદન થાય છે તેમાંથી મોટા ભાગનું સ્ટીલ ચીન વપરાશ કરે છે. બાકી દુનિયા પાસે થોડુક જ સ્ટીલ વધ્યું છે. જ્યારથી ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટર પર વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે ત્યાર થી સ્ટીલ ની માંગ તેજી થી વધી રહી છે. તેના લીધે કંપનીઓ આ મોકા નો ફાયદો ઉઠાવવા માંગે છે.

2020 માં છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ વખત ભાવમાં વધારો થયો હતો, જે 12 વર્ષમાં સૌથી વધુ ભાવ હતો. હવે ફરી વખત સ્ટીલના ભાવમાં વધારો થશે એવું લાગી રહ્યું છે. 2020 માં સ્ટીલનો ભાવ 48,300 રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચી ગયો હતો, જે 2008 પછી સૌથી વધારે ભાવ હતો, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્ટીલનું રો મટીરીયલ ની ઊંચી કિંમતો હોવાને કારણે માંગ ખૂબ જ વધી છે. ઘરેલુ બજારોમાં કાચા માલની માંગ અને ઓડિશામાં ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે સ્ટીલના ભાવોમાં ઝડપથી તેજી આવી રહી છે.

સ્ટીલના ભાવો વધવાને કારણે સામાન્ય લોકો પર વધુ અસર પડશે કારણ કે ઘર અને ગાડી ના ભાવમાં વધારો થશે. સ્ટીલના બનેલા પ્રોડક્ટ્સ મોંઘા થઈ જશે. મળેલા આંકડાઓ મુજબ સ્ટીલ જો મોંઘુ થશે તો ઘરની કિંમતમાં 70 થી 80 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ વધી જશે. આવી રીતે ગાડીઓની કિંમતમાં પણ વધારો થશે. સ્ટીલ મોંઘુ થવાના કારણે જ 1 એપ્રિલ થી ઓટો કંપનીઓ પણ ભાવમાં વધારો કરે છે.

સ્ટીલની સાથોસાથ ટીવીમાં પણ રૂપિયા ૨૦૦૦ થી ૩૦૦૦ સુધીનો વધારો, મોબાઈલ અને તેના પાર્ટસમાં, ફ્રીજ અને એસીના ભાવમાં તેમજ હવાઈ સફરમાં પણ ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે.