દર મહિને કંઈક ને કંઇક ફેરફાર થતા હોય છે. આવતા અઠવાડિયા પછી આપણે વર્ષના સાતમા મહિનામાં પ્રવેશ કરશું. તેની સાથે જ 1 જુલાઈ 2021 થી અમુક નિયમો બદલાશે, જેની અસર સામાન્ય લોકોનાં ખિસ્સા પર પડશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર નાં ભાવ નક્કી થતાં હોય છે. તે સિવાય આ મહિને SBI નાં ગ્રાહકો માટે ATM માંથી પૈસા ઉપાડવાનાં નિયમોમાં પણ ફેરફાર થશે.
ગેસ સિલિન્ડર ના ભાવમાં ફેરફાર:- એક જુલાઈ થી LPG ગેસ સિલિન્ડર નાં ભાવ લગભગ બદલી શકે છે. અનુમાન મુજબ દર મહિને તેલ કંપનીઓ LPG ગેસ સિલિન્ડર ના ભાવમાં ફેરફાર કરતી હોય છે. ઘણીવાર એક મહીનામાં જ 2 વાર ભાવ બદલવામાં આવતા હોય છે.પરંતુ જરૂરી નથી મહિનાની પહેલી તારીખે જ ભાવમાં ફેરફાર થાય છે, કારણ કે ઘણી વખત LPG ગેસ સિલિન્ડર ના ભાવ સમાન જ રહેતા હોય છે.
આ પણ વાંચો: LPG ગેસ ધારકો માટે ખુશીના સમાચાર: ગેસ કંપનીઓએ આપી મોટી રાહત
SBI બેંકના નિયમોમાં ફેરફાર:- દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India - SBI) ૧લી જુલાઈથી ATM માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે 1 જુલાઇથી એસબીઆઈનાં ખતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. જેમાં ATM વિદ્રોલ, ચેકબુક, મની ટ્રાન્સફર અને અન્ય ટ્રાન્જેક્શનનો પણ સમાવેશ થશે. 1 જુલાઈથી એસબીઆઈનાં ગ્રાહકો એક મહિનામાં 4 વખત ફ્રીમાં કેશ વિદ્રોલ કરી શકશે ત્યાર બાદ નવા નિયમ મુજબ ચાર્જ ચૂકવવો પડશે.
SBI માં ચેકબુકને લગતા નિયમોમાં ફેરફાર:- અગાઉ બેંકનાં Saving Aaccount ખાતાધારકો ને 10 પાનાની ચેક બુક ફ્રીમાં મળતી હતી, પરંતુ હવે આ ચેકબુક મેળવવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. (1) 10 પન્નાની ચેકબુક માટે બેંક ગ્રાહક પાસેથી 40 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલ કરશે. (2) 25 પન્નાની ચેકબુક માટે બેંક ગ્રાહક પાસેથી 75 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલ કરશે. (3) ઇમરજન્સી ચેકબુક (10 પન્ના) માટે બેંક ગ્રાહક પાસેથી 50 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલ કરશે.
SBI ના નવા નિયમો જાણવા માટે આ માહિતી વાંચો: SBI ના ગ્રાહકોને મોટો ઝટકો: ૧લી જુલાઈથી નવા નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિતર થશે નુકસાન
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ:- જો તમે હજુ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરી તો વહેલી તકે રિટર્ન ફાઇલ કરી દો. 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ નહિ કરો તો 1 જુલાઈથી ડબલ TDS ચાર્જ ચૂકવવો પડશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.
આ બેંકના IFSC કોડ 1 જુલાઈથી બદલાઈ જશે:- કેનેરા બેંક 1 જુલાઇથી સિન્ડિકેટ બેંકના આઈએફએસસી કોડ (IFSC Code) માં ફેરફાર કરવા જઈ રહી છે. સિન્ડિકેટ બેંકના તમામ ગ્રાહકોને બેંકનો આઈએફએસસી કોડ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. કેનેરા બેંક વતી કહેવામાં આવ્યું છે કે બેંકો મર્જ થયા બાદ હવે તમામ શાખાઓનો આઈએફએસસી કોડ બદલાઈ ગયો છે. બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ બેંકનો આઈએફએસસી કોડ અપડેટ કરો, નહીં તો તેઓ આરટીજીએસ અને એનઈએફટી જેવી સુવિધાઓ મેળવી શકશે નહીં.
મરુતિની કાર મોંઘી થશે:- જો તમે પણ Maruti ની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ મહિનામાં તેને ખરીદી કરી લો, કારણ કે મારુતિની બધી કાર મોંઘી થવાની છે. Maruti Suzuki India એ જાહેરાત કરી છે કે તે આવતા મહિના એટલે કે જુલાઈથી કારના ભાવમાં વધારો કરશે. ચાલુ વર્ષે મારુતિની કારની કિંમતમાં આ ત્રીજી વૃદ્ધિ થવા જઈ રહી છે. આ અગાઉ, મારુતિએ જાન્યુઆરી 2021 અને એપ્રિલ 2021 માં પણ કિંમતોમાં વધારો કર્યો હતો. હવે આવતા મહિનામાં એટલે કે જુલાઈમાં, મોડેલો અનુસાર કિંમતોમાં અલગ અલગ વધારો કરવામાં આવશે. જોકે, મારુતિએ હજી સુધી ભાવમાં કેટલો વધારો કરવામાં આવશે તે જણાવ્યું નથી.
હીરોની ગાડી પણ મોંઘી થશે.
કાચા માલના વધતા ભાવને કારણે હવે ઓટો કંપનીઓ તેમના ભાવમાં વધારો કરી રહી છે. હીરો મોટોકોર્પ (Hero MotoCop) દ્વારા તેની મોટરસાયકલો અને સ્કૂટર્સના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરીછે. 1 જુલાઈ, 2021 થી કંપનીના ટુ-વ્હીલર્સના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો થશે. કંપનીએ કહ્યું છે કે કાચા માલના ભાવોમાં સતત વધારો થવાને કારણે તેની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. મોડેલ અનુસાર કિંમતોમાં વધારો કરવામાં આવશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.