khissu

સુરતના આમ આદમી પાર્ટીના સૌથી યુવા કૉર્પોરેટર પાયલ પટેલની ફિલ્મ થી લઈને રાજકારણ સુધીની કહાની

પાયલ પટેલ એ એક અભિનેત્રી છે અને એક ગુજરાતી ફિલ્મ 'તારી મારી દોસ્તી' માં કામ કરી ચુકી છે. તેમણે 50 થી પણ વધુ ગીતો પણ રજૂ કર્યા છે, તેમાંના કેટલાક ગુજરાતી હિટ રીમિક્સ ગીત, જેમ કે 'મયર મા મનડુ નથી માનતું'  જેવા ગીત પણ રજુ કર્યા છે

અભિનેતા અને વ્યવસાયમાંં મોડલ પાયલ પટેલ મંગળવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસ.એમ.સી.) ની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ખુબ જ ઉત્સાહિત હતા. તેણીએ પોતાના ભાજપના હરીફો કોમલબેન પટેલ અને મમતાબેન પટેલ  પૂર્ણા (પશ્ચિમ) વિસ્તારના વોર્ડ 16 માં 23,000 મત મેળવી 12000 મતથી વિજય મેળવ્યો હતો.

આમ આદમી પાર્ટીના સૌથી યુવા ઉમેદવાર પાયલ પટેલ માત્ર 22 વર્ષની યુવા ઉંમરે મહાનગરપાલિકાની ચૂંટણી જીતીને કૉર્પોરેટર બન્યાં. પાયલ પટેલ મધ્યમ વર્ગ પરીવાર માંથી આવે છે, તેમણે લોકોની સમસ્યા ઉકેલવા અને લોકો માટે કંઈક સારું કરવા માટે રાજકારણ માં પગ મૂક્યો.

કોવિડ-૧૯ લોકડાઉનની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગના રહેણાંકોના વેરા તથા વીજળી બિલ માફ કરવા અંગે રજુઆત પણ કરી હતી. લોકોડાઉનના સમયે વિધાર્થીઓ માટે ફી-માફીનું પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારથી જ તેમણે લોકો માટે કંંઈક સારું કરવાનું નક્કી કરી લીધું હતુ તેથી તેઓ આમ આદમી પાર્ટી માં જોડાયા.

જયારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે તેમને ઘણા લોકોએ એવું કહ્યું હતું કે રાજકારણ માં જવાની તારી ઉંમર નથી, રાજકારણ ગંદુ છે અને તું કાઈ પણ કરી શકીશ નહીં. આવું કહેનારા લોકોને સાબિત કરીને બતાવ્યું કે સ્ત્રી કંઈ પણ ધારે તે કરી શકે છે. યુવાન છોકરી માટે રાજકારણ એ સુરક્ષિત નથી. આવા પ્રશ્નો સામે લડવા તેમના માતાએ હિંમત આપી અને દીકરી બની ગઈ માત્ર ૨૨ વર્ષે કૉર્પોરેટર.
સુરતના વોર્ડ 16 ની સૌથી યુવા કોર્પોરેટર, આમ આદમી પાર્ટી (આપ) ના પાયલ પટેલ ને લાગે છે કે તે સત્તામાં છે કે વિપક્ષમાં છે તેનાથી કોઈ ફરક પડતો નથી, કેમ કે તે લોકોની સેવા કરવા માંગે છે.

આ છે સાચું સ્ત્રી સશકિતકરણ