આજથી ફોર્મ ભરવાનું ચાલુ, રેશનકાર્ડ ધારકોને મફત અનાજ સહિત બજાર સરવૈયુંને લઈને ખેડૂત સમાચાર...

આજથી ફોર્મ ભરવાનું ચાલુ, રેશનકાર્ડ ધારકોને મફત અનાજ સહિત બજાર સરવૈયુંને લઈને ખેડૂત સમાચાર...

ગઈ કાલે 2.95 લાખ લાખ ઉમેદવારો એ LRD નું પેપર આપ્યું, પેપર સરળ પૂછતાં ઉમેદવારો ખુશ, પેપર લીક થયા વિના શાંતિ પૂર્વક પેપર પૂર્ણ. 

આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ચાલુ થશે.આજે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત કરશે.
આજથી રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે સાથે ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ પણ આપવામાં આવશે. મફત અનાજ સપ્ટેમ્બર મહિના સુધી મળતું રહેશે.

આજના ખેડૂત સમાચાર
DAP અને પોટેશ ખાતર માં સબસિડી નહીં વધે તો ખેડૂતોએ ઊંચા ભાવો આપવા પડશે. Iffco એ ભાવ વધાર્યા, બીજી કંપનીઓ સરકારની સ્પષ્ટતાની વાટે. 
બાંગ્લાદેશે 50 હજાર ટન ઘઉંને લઈને એક નવું ટેન્ડર બહાર પાડયું, જે થકી મોટો ઓર્ડર ભારત ને મળી શકે છે અને ઘઉં માં સારા ભાવો હજી ખેડૂતોને મળી શકે છે. એટલે ઘઉં વેચવામાં ખેડૂતોએ ઉતાવળ ના કરવી જોઈએ આગળ જતાં સારા ભાવો મળે તેવી સંભાવના.

લાલ અને સફેદ ડુંગળીના ભાવ સમય જતા નીચા રહે તેવી ધારણા. લસણની બજારમાં સુધારો આવે તેવી શક્યતા છે છે પરંતુ નિકાસ ઉપર રહેશે આધાર. છેલ્લાં એક week માં માર્કેટ યાર્ડમાં એરંડા ની આવક વધતા મણે 100-125 તૂટયા.

વધારે માહિતી આ વીડિઓમાં જણાવેલ છે:- અહી ક્લિક કરો.

રાતોરાત લેવાયા નિર્ણયો માટેનો વીડિઓ:- અહી ક્લિક કરો.