khissu

આજથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વર્ગો પણ ચાલુ થયાં, એક બેન્ચ પર એક વિદ્યાર્થી જ બેસી શકશે

હવે કોરોના કહેર ખતમ થતા ધીમે ધીમે ઠપ થયેલા ધંધા રોજગાર ખુલવા લાગ્યા છે ત્યારે બાળકોની શાળાઓ પણ ખુલવા લાગી છે. હાલમાં જ શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે જેમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવામાં આવશે. જે મુજબ ૧૧ જાન્યુઆરીના રોજ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વર્ગો ચાલુ કરી દેવાયાં.


જોકે હજી પણ સરકારને ડર હતો કે બાળકો પર કોઈ સંકટ ના આવી જાય કેમકે હજી કોરોના નો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નહોતો અને કેટલાક વાલીઓનું પણ માનવું હતું કે હજી શાળાઓ ખોલવામાં ન આવે તેથી જ સરકારે માત્ર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના જ વર્ગો શરૂ કર્યા અને એમાં પણ જે વિદ્યાર્થીઓને ઈચ્છા હોય તેવા જ વિદ્યાર્થીઓ આવી શકે છે કોઈપણ વિદ્યાર્થીઓને ફરજીયાત શાળાએ આવવા માટે દબાણ કરવામાં નહીં આવે.


હવે જ્યારે દેશમાં કોરોના વેકસીન આવી ગઈ છે જે એક સફળ વેકસીન માનવામાં આવી છે જેથી કોરોના નો ખતરો સંપૂર્ણપણે નાબૂદ થવાની શક્યતા છે જેથી રાજ્ય સરકારે શાળાઓ ખોલવાના બીજા તબક્કામાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વર્ગો પણ ચાલુ કરવાની જાહેરાત કરી છે જેમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વર્ગો ચાલુ થશે અને સરકારના ઠરાવ અને ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી બેસી શકશે.